ચૂંટણી જાહેર થયા પહેલાં ભાજપમાં મેરેથોન બેઠકોના ધમધમાટ શરૂ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં ગણતરીના દિવસો જ રહ્યા છે. ત્યારે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ફરીથી જિતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં ગણતરીના દિવસો જ રહ્યા છે. ત્યારે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ફરીથી જિતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. વડાપ્રધાન મોટી રેલીઓ અને સભાઓને સંબોધી રહ્યા છે ત્યારે, અમિત શાહ સંગઠનની રણનીતિમાં લાગી ગયા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતમાં સંગઠનના હોદ્દેદારો સાથે અને વરિષ્ઠ નેતાઓ સાથે મેરેથોન બેઠકો ચાલુ કરી દીધી છે.

રાજ્યમાં ભાજપ જોકે મજબુત સ્થિતિમાં હતું ત્યારે, કોરાણે મુકાયેલા વરિષ્ઠ નેતાઓને ફરીથી યાદ કરીને સક્રિય કરવામાં આવી રહ્યા છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ સંગઠનના હોદ્દેદારો અને ઉચ્ચ નેતાઓની બેઠકો ચાલુ કરી દેવામાં આવી છે.
ભાજપની આ બેઠકોની રણનીતિ ક્યાંકને ક્યાંક કોર વોટબેંક સરકતી જઇ રહી હોવાની ચિંતા અને તેને ડેમેજ કંટ્રોલ કરવા અંગેની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ, ગુજરાતમાં ઘણા સમયથી મજબુત વિકલ્પના અભાવે સત્તામાં હતો, જ્યારે, આ વખતે આમ આદમી પાર્ટી આક્રમકતાથી મેદાનમાં છે. ત્યારે, ભાજપને મજબુત રણનીતિ સાથે મેદાનમાં આવવાની નોબત ઉભી થઇ છે.












Click it and Unblock the Notifications
