ગુજરાતભરના મુખ્ય સમાચાર પર એક નજર...

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સુરત સેશન્સ કોર્ટે, હાર્દિકની જામીન અરજી ફગાવી

સુરત સેશન્સ કોર્ટે, હાર્દિકની જામીન અરજી ફગાવી

રાજદ્રોહના કેસમાં જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલની જામીન અરજી પર આજે ચુકાદો આવવાનો હતો. જેમાં સુરત સેશન્સ કોર્ટે આ જામીન અરજી ફગાવી દીધી છે. જોકે આ માટે હાર્દિકને કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા નહિવત છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે જ્યારે હાર્દિક પટેલને ઉઘાડાપગે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે કોર્ટમાં ફરિયાદ કરી હતી કે જલ સત્તાધીશો તેને બૂટ તંપલ પહેરવા દેતા નથી.

3 પાકિસ્તાનની જેલમાંથી મુકત થઇને આવેલા માછીમારો સાથે આવ્યો પીડાનો પત્ર

3 પાકિસ્તાનની જેલમાંથી મુકત થઇને આવેલા માછીમારો સાથે આવ્યો પીડાનો પત્ર

તાજેતરમાં પાકિસ્તાની જેલમાંથી 87 માછીમારો જેલમાંથી મુક્ત થઇને પોતાના માદરે વતન પહોંચ્યા હતા. જેમની સાથે હજી પણ પાક.માં કેદ અન્ય માછીમારોએ લાગણીસભર પત્ર આવ્યો છે. જેમણે ભારત સરકાર દ્વારા તેમને મુક્ત કરાવાની માંગ કરી છે. આ પત્ર પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ મનિષ લોઢારીને લખવામાં આવ્યો છે . જેમાં માછીમારોએ ત્રણ વર્ષની વિના કારણે જેલ ભોગવતા હોવાથી મુક્ત કરાવવાની માંગણી કરી છે. આ પત્રમાં ભરત નારણભાઈ તેમજ પાલભાઇ નારણની તથા અન્યની વાત કરવામાં આવી છે. જેમને 3 વર્ષ થયા છતાં છોડવામાં નથી આવ્યા. વળી બાલુભાઇ નારણ નામના માછીમારની તો પાક. જેલમાં જ મૃત્યુ થઇ છે.

5 અંબાજી શક્તિપીઠ ખાતે માતાજીને અપૂર્ણ થયા 1 કિલો અને 354 ગ્રામના સુવર્ણ કર

5 અંબાજી શક્તિપીઠ ખાતે માતાજીને અપૂર્ણ થયા 1 કિલો અને 354 ગ્રામના સુવર્ણ કર

યાત્રાધામ અંબાજી ખાતે રાજકોટના શ્રદ્ધાળુ પરિવારે માતાજીને 1 કિલો અને 354 ગ્રામ સોનાના સુવર્ણ હસ્ત અપર્ણ કર્યા હતા. હથેળીથી માંડીને કોણી સુધીના આ હાથમાં કંડા જેવી બારિક કોતરણી પણ કરવામાં આવી છે. રાજકોટના આ પરિવારે ગુપ્ત દાન દ્વારા પૂજા વિધિ કર્યા બાદ રૂપિયા.37.91 લાખની કિંમતના સોનાના હાથ અર્પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દાતા પરિવાર અગાઉ પણ અંબાજી મંદિર ટ્રસ્ટને સવા કિલો સોનાનું છત્ર બનાવીને અર્પણ કર્યું હતું. આ સુવર્ણ હાથને મા અંબાના શણગારમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પૂર્વ કાયદામંત્રી ઉદેસિંહનું ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસમાં જોડાણના અણસાર

પૂર્વ કાયદામંત્રી ઉદેસિંહનું ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસમાં જોડાણના અણસાર

ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તેમજ પૂર્વ કાયદામંત્રી રહી ચૂકેલા ઉદેસિંહ બારિયાએ ઉદેસિંહ બારિયાએ ભાજપમાંથી રાજીનામું આપતા તો કોંગ્રેસમાં જોડાય તેવી રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર લખી ઉદેસિંહે રાજીનામું મોકલી આપ્યું હોવાનું જણાવ્યું હતું અને હાલોલ ખાતે સમર્થકો સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા હાથ ધરી હતી. તેમણે કહ્યુ હતું કે તેઓએ વડાપ્રધાનને પણ કાળા બજાર તેમજ ભ્રષ્ટાચાર જેવા મુદ્દે પત્ર લખ્યો હતો પરંતુ પરિસ્થિતિ યથવાત રહી છે.

ગાંધી આશ્રમ સામે આવેલા અંબર ચરખાના કોન્ટ્રાકટરની હત્યા

ગાંધી આશ્રમ સામે આવેલા અંબર ચરખાના કોન્ટ્રાકટરની હત્યા

અમદાવાદમાં ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ દ્વારા સંચાલિત અંબર ચરખાના કોન્ટ્રાક્ટર વશરામભાઈ પટેલની હત્યા કરાયેલી અર્ધનગ્ન લાશ મળી આવતા ચકચાક મચી ગઈ હતી. હત્યાને પગલે વશરામભાઈની સોનાની રૂદ્રાક્ષની માળા અને સોનાની વીંટીનું લૂંટ થયાની આશંકા વ્યક્ત કરાઈ છે. બનાવને પગલે અમદાવાદની રાણીપ પોલીસ તથા ક્રાઈમબ્રાંચ અને એસઓજીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

ગાંધીધામમાં હિટ એન્ડ રનમાં કારે નવ લોકોને અડફેડે લીધા,3 નાં મોત

ગાંધીધામમાં હિટ એન્ડ રનમાં કારે નવ લોકોને અડફેડે લીધા,3 નાં મોત

ગાંધીધામમાં ગત રાત્રે આશરે અગિયાર વાગ્યાની આસપાસ અતિ ઝડપે આવતી જીજે 12 સીપી 8309 નંબરની ફોર્ચ્યુંનર કારે નવ લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી ત્રણનાં તો ઘટના સ્થળે જ મોત થયાં હતાં જ્યારે કે અન્ય ઘવાયેલાઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ કારચાલક ભાગી ગયો હતો. શહેરમાં ચર્ચા ઉઠી છે કે કાર ઉદ્યોગપતિ પતિ સુનીલ મોતાનીનો પુત્ર ચલાવતો હતો અન તે નશામાં હતો.

સુરતમાં કેમિકલ વેસ્ટથી ભરેલું ટેન્કર ઠાલવતા શખ્સોને સ્થાનિકોએ ઝડપ્યા

સુરતમાં કેમિકલ વેસ્ટથી ભરેલું ટેન્કર ઠાલવતા શખ્સોને સ્થાનિકોએ ઝડપ્યા

ક્લીન સિટી કહેવાતા સુરતમાં કેમિકલ વેસ્ટને ખાડીમાં ઠાલવતા બે લોકોને સ્થાનિક નાગરિકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરતના સચિન નજીક વિસ્તારમાં પાછલા લાંબા સમયથી આવું કરવામાં આવતું હતું જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલી થતી હતી. ત્યારે સ્થાનિકોએ આ ટેન્કર રોકી પોલીસને જાણ કરી હતી. વળી જીપીસીબીની ટીમ પણ સ્થળ ઉપર આવી ગઈ હતી. પર્યાવરણ જાળવવાનો સ્થાનિકોઓ આ પ્રયત્ન અને જાગૃતિ પ્રશંસા પામ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X