સુરતઃ યુવકોને લગ્નની લાલચ આપી છેતરતી ટોળકી ઝડપાઇ

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ડાકોર ખાતે રહેતી યુવતીઓ પોતાના નામ બદલીને સુરતમાં જ રહેતા એક કરતા વધુ યુવકોને લગ્નની લાલચ આપી જાળમાં ફસારી રૂપિયા પડાવી લેતી હતી, પરંતુ સજાક યુવકે ભાંડો ફોડી નાંખતા આખું પ્રકરણ ક્રાઇમબ્રાન્ચમાં પહોંચ્યુ હતું. જાણવા મળ્યા અનુસાર આ ટોળકી દ્વારા પટેલ સમાજના યુવકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં હતા. લગ્નનું નાટક કરી લગ્નના બીજા દિવસે રોકડ રકમ-સોનાના દાગીના લઇને ભાગી જતી હતી. જોકે સુરતમાં આવો કિસ્સો બને તે પહેલા તેમનો પર્દાફાશ થઇ ગયો હતો.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ધંધૂકાના રહેવાસી અને સુરતમાં રહી રત્નકલાકારનું કામ કરતા મહેશ પટલે બે મહિના પૂર્વે ડાકોરની નીતા નામની એક યુવતી સાથે સગાઇ કરી હતી, 1 ડિસેમ્બરના રોજ તેમના લગ્ન લેવાના હતા, પરંતુ એ દરમિયાન મહેશને બાતમી મળી હતી કે જે યુવતી સાથે તે લગ્ન કરવા જઇ રહ્યો છે, એ જ યુવતી નેહલ બનીને સુરતના પુણાગામની પ્રમુખપાર્ક સોસાયટીમાં વિપુલ પટેલ સાથે સગાઇ કરવા આવી છે. જેના કારણે મહેશ પોતાના વકિલ સાથે ત્યાં પહોંચી ગયો હતો. જ્યાં નેહલ ઉર્ફે નીતા ડાકોરના સંજય દરજી નામના યુવક સાથે ઝડપાઇ હતી. જેમને ક્રાઇમ બ્રાન્ચમાં લઇ જવામાં આવ્યા હતા, જોકે આ મામલે કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું નથી.












Click it and Unblock the Notifications
