For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગુજરાતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, દૂર સુધી ફેલાયા ધૂમાડા

ગુજરાતના વાપીમાં આજે બપોરે જીઆઈડીસીની એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના વાપીમાં આજે બપોરે જીઆઈડીસીની એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ છે. ફેક્ટરીમાં કેમિકલ સળગવાના કારણે તેમાંથી ઝેરી અને કાળા રંગનો ધૂમાડો નીકળવા લાગ્યો. વિસ્તારમાં ઘણે દૂર સુધી દૂર્ગંધ ફેલાવા લાગી જેના કારણે સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો.

gujarat fire

ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે અગ્નિકાંડ પર કાબુ મેળવવા માટે 8થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળે હાજર છે અને ફાયરબ્રિગેડની ગાડીઓ પણ બોલાવવામાં આવી છે. આ દૂર્ઘટના સમયે આ ફેક્ટરીમાં કેટલા લોકો હતા તેના વિશે હજુ સુધી જાણી શકાયુ નથી. ફાયરબ્રિગેડની ટીમો આગ ઓલવવામાં લાગેલી છે.

આગ લાવવાના કારણો વિશે હજુ સુધી માહિતી મળી શકી નથી. સ્થાનિક લોકોને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કેમિકલ ફેક્ટરીમાં આગની દૂર્ઘટનાઓ સતત થઈ રહી છે. કોરોના મહામારીના દિવસોમાં એક ડઝનથી વધુ અગ્નિકાંડ થઈ ચૂક્યા છે.

અમિતાભ બાદ અભિષેકે પણ આપી કોરોનાને મ્હાત, 28 દિવસથી હતા હોસ્પિટલમાં ભરતીઅમિતાભ બાદ અભિષેકે પણ આપી કોરોનાને મ્હાત, 28 દિવસથી હતા હોસ્પિટલમાં ભરતી

English summary
Massive Fire At Chemical Factory In Valsad, Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X