For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાણંદ GIDC ખાતે યુનિચાર્મ કંપનીના પ્લાન્ટમાં લાગી ભીષણ આગ

સાણંદ GIDC ખાતે યુનિચાર્મ કંપનીના પ્લાન્ટમાં લાગી ભીષણ આગ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ સાણંદ GIDCમાં યુનિચાર્મ કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 3 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે-ગોટા જોઇ શકાતા હતા. કયા કારણે આગ લાગી તે અંગે હજી કંઇ જાણી શકાયું નથી.

unicharm

મળતી માહિતી મુજબ યુનિચાર્મ કંપનીના પ્લાન્ટમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. કયા કારણે આગ લાગી તે અંગે હજી જાણી શકાયું નથી. જણાવી દઇએ કે સાણંદમાં આવેલી આ યુનિચાર્મ કંપની જાપાનની યુનિચાર્મની પેટાકંપની છે. આ કંપનીમાં MamyPoko, Sofy અને Lifree જેવી સેનિટરી પ્રોડક્ટનું ઉત્પાદન કરવામા આવતું હતું.

આગ એટલી ભયંકર હતી કે સોલા સુધી તેના ધુમાડા દેખાયા હતા. આગ લાગવાના પગલે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. કયા કારણે આગ લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, ઘટનાને પગલે કોઇપણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી મળ્યા.

Video: સુરતમાં મહિલા બેંક અધિકારીને પોલિસકર્મીએ બ્રાન્ચમાં ઘૂસીને માર્યા, વીડિયો વાયરલVideo: સુરતમાં મહિલા બેંક અધિકારીને પોલિસકર્મીએ બ્રાન્ચમાં ઘૂસીને માર્યા, વીડિયો વાયરલ

English summary
massive fire broke out at the unicharm company's plant at sanand GIDC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X