મહેસાણામાં આજે બંધનું એલાન, હાર્દિક પટેલ આ અંગે કહ્યું આ...

Posted By:
Subscribe to Oneindia News

મહેસાણામાં આજે પાટીદારો દ્વારા બંધ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાટીદારોનો આરોપ છે પોલીસ કસ્ટડીમાં પોલીસ મારના કારણે એક પાટીદાર યુવાનનું મોત થયું છે. જેના પગલે આ બંધ પાળવામાં આવ્યો છે. હાલ મહેસાણામાં અજંપા ભરી સ્થિત છે અને પોલીસ અને પાટીદાર ઠેર ઠેર જગ્યાએ આમને સામને આવ્યા છે. વધુમાં પાસ અને એસપીજીએ પણ આ બંધને પોતાનો ટેકો આપ્યો છે. તો સ્થિતિની ગંભીરતાને જોતા પોલીસે પણ ચાંપતો પોલીસ બંદોવસ્ત મહેસાણા ખાતે મૂક્યો છે.

hardik patel

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા કેતન પટેલ નામના એક વ્યક્તિની પોલીસે ચોરીના આરોપમાં અટક કરી હતી. તેના પરિવારજનોનું કહેવું છે કે કેતનની મોત કસ્ટડીમાં ઢોર માર મારવાના કારણે થઇ છે. જે બાદ હાર્દિકે પણ ચિમકી ઉચ્ચારી હતી કે જો મહેસાણામાં યુવાનને યોગ્ય ન્યાય ના મળ્યો તો તે કાનૂની તોડીને પણ મહેસાણા આવશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પર કોર્ટે મહેસાણામાં પગ મૂકવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

English summary
Mehsana: Patidar announced Bandh today, Hardik Patel also supported it
Please Wait while comments are loading...