Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Rain Update: ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર, મહેસાણામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ?

Gujarat Rain Update: રાજ્યના ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

જે મુજબ મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે જ મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત મહેસાણાના વિજાપુર અને જોટાણા, ભરૂચના હાંસોટ, મહીસાગરના લુણાવાડા અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Update

આ ઉપરાંત સાબરકાંઠાના તલોદ અને હિંમતનગર, ગાંધીનગરના માણસા, અરવલ્લીના મોડાસા અને મેઘરજ, વલસાડના કપરાડા તેમજ વડોદરા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના કુલ 6 તાલુકામાં 3 ઈંચ અને 25 તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના આશરે 78 જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ, જ્યારે સમગ્ર રાજ્યના કુલ 213 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 30મી જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 59 ટકાથી વધુ નોંધાયો છે.

આ સાથે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 76 ટકાથી વધુ નોંધાયો છે. જે બાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 74 ટકાથી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69 ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 41 ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 38 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X