ગુજરાત સહિત આ રાજ્યોમાં પારો ગગડશે, ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી!

આ સમયે ઉત્તર ભારતમાં શિયાળાએ પોતાનું જોર પકડવાનું શરૂ કરી દીધું છે.

નવી દિલ્હી, 17 ડિસેમ્બર : આ સમયે ઉત્તર ભારતમાં શિયાળાએ પોતાનું જોર પકડવાનું શરૂ કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પર્વતો પર હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી પડી રહી છે અને હવામાનનું આ સ્વરૂપ આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાનું છે. હવામાન વિભાગે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કોલ્ડ વેવ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગનું કહેવું છે કે દિલ્હી, ગુજરાત, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, બિહાર, એમપી અને રાજસ્થાનમાં હવે શીત લહેરનો પ્રકોપ જોવા મળશે.

cold wave

IMDએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે પંજાબમાં 18 થી 20 ડિસેમ્બર દરમિયાન, હરિયાણા-ચંદીગઢમાં 18 અને 19, ઉત્તર રાજસ્થાન, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 18 થી 19 ડિસેમ્બર દરમિયાન ધુમ્મસ અને ઠંડી રહેશે.

તો બીજી તરફ પહાડોમાં બરફ પડી રહ્યો છે, કાશ્મીરમાં ઘણી જગ્યાએ પારો શૂન્યથી નીચે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આગામી ત્રણ દિવસમાં હિમવર્ષા થઈ શકે છે અને ઠંડીમાં વધારો થશે. તો તમિલનાડુ અને કર્ણાટકમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષા થવાની સંભાવના છે, જ્યારે તમિલનાડુ-કર્ણાટકમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. હવામાનની આગાહી કરનાર સ્કાયમેટે કહ્યું કે, આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં હિમ અને ગાઢ ધુમ્મસની સંભાવના છે.

જ્યારે તમિલનાડુ અને આંદામાન નિકોબાર ટાપુઓના દક્ષિણ ટાપુઓ પર છૂટોછવાયો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધશે, જ્યારે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X