9 ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમ યોજાશે, ગુજરાતના 248 માટીના કળશ દિલ્હી જશે

ગુજરાત રાજયના મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. અહીં અધિકારીઓની હાજરીમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં ઓગસ્ટ 2023માં યોજાનારા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમના ગુજરાતમાં સુચારૂ અમલીકરણ માટે ચર્ચા થઈ હતી.

મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમ હર ઘર તિરંગા કાર્યક્રમની જેમ જ રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૭૫માં આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે ૯ ઓગષ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી યોજાશે.

Meri Mitti, Mera Desh

આ કાર્યક્રમ મુખ્ય પાંચ થીમ ઉપર યોજાશે. જેમાં અમૃત સરોવરો અથવા જળાશયો ઉપર એક નિયત પથ્થરના સ્ટ્રકચર ઉપર શિલાફલકમ શહીદોને શ્રધ્ધાંજલિ આપવી. જન ભાગીદારીથી માટીના દીવા કરી પંચ પ્રાણ પ્રતિજ્ઞા કરી સેલ્ફી https://yuva.gov.in/meri_matti_ ઉપર અપલોડ કરવી, વસુધાવંદન અન્વયે દરેક ગામમાં કોઇ એક સ્થળે ૭૫ રોપા વાવીને અમૃત વાટિકા તૈયાર કરવી, સ્થાનિક વીરોને વંદન અને ધ્વજારોહણના કાર્યક્રમનો સમાવેશ થાય છે.

૯ થી ૧૫ ઓગસ્ટ સુધી પંચાયતના તાલુકાઓના, ૧૨ થી ૨૦ નગરપાલિકાના, ૨૭ થી ૨૮ મહાનગર પાલિકાઓના યુવાનો કળશ લઇને ૨૯ તથા ૩૦માં દિલ્હીમાં યોજાનારા વડાપ્રધાનના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. રાજ્યના ૨૪૮ તાલુકાઓમાંથી માટીનો કળશ લઇને દિલ્હીના કર્તવ્યપથ ઉપર યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે.

આઝાદીના ૭૫ મા વર્ષે આપણા દેશના વીર શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા માટે રાજયભરના તાલુકાઓના ૭૫ સ્થળોના અમૃત સરોવરો અથવા જળાશયો ઉપર આ વીર શહીદોની શિલાફલકમ(સ્ટોન ઉપર) શ્રધ્ધાંજલિનું આલેખન કરાશે. તેમજ તાલુકાઓમાં એક જ સ્થળે ૭૫ રોપા વાવીને વસુધાવંદન કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X