For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનમાં પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે સુરતથી ચલાવાઈ વિશેષ ટ્રેનો

કોરોના લૉકડાઉન વચ્ચે ગુજરાતમાં ફસાયેલા અન્ય રાજ્યોના શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના લૉકડાઉન વચ્ચે ગુજરાતમાં ફસાયેલા અન્ય રાજ્યોના શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે. એકલા સુરતથી 20 શ્રમિક ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ માહિતી પશ્ચિમ રેલવેના ચીફ પેસેન્જર ટ્રાફિક મેનેજરે આપી. તેમણે મુખ્ય પરિચાલન મેનેજરને કહ્યુ કે સુરતથી 20 રેક તૈયાર કરીને રાખ્યા. પહેલી ટ્રેન ઓરિસ્સા માટે શનિવારે સાંજે જ રવાના થઈ ગઈ. આના પર રેલવે અને કલેક્ટર વચ્ચે સંમતિ થઈ ગઈ છે. યુપી-બિહાર માટે પણ શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે સુરત સ્ટેશન પર ઓરિસ્સા માટે ટ્રેન ચલાવવા માટે તૈયારીઓ શુક્રવારે જ શરૂ થઈ ગઈ હતી.

train

માહિતી અનુસાર ગુજરાત સરકારની ઓરિસ્સા માટે ટ્રેન ચલાવવાની અનુમતિ સાથે જ રેલવેએ સવારથી બપોર સુધી સુરત રેલવે સ્ટેશન પર બેરિકેડિંગ કરી દીધુ અને બધા અન્ય ઈન્ટરેસ્ટને બંધ કરી માત્ર મુખ્ય ઈન્ટરેસ્ટ ખુલ્લા રાખ્યા. અહીંથી સ્ટેશન પરિસરની અંદર સુધી બેરિકેડિંગ કરવામં આવી અને એક-એક મીટરનુ સોશિયલ માર્કિંગ પણ કરવામાં આવ્યુ. પહેલા શુક્રવારે સાંજે ચાર વાગ્યા સુધી ટ્રેન રવાના કરવાની યોજના હતી પરંતુ કલેક્ટર અને રેલવે વચ્ચે બેઠકના કારણે આ ટાઈમને રિવાઈઝ કરી દેવામાં આવ્યો. વળી, મજૂરો માટે કોરોના ફેલાવાની વાતને આરોગ્ય મંત્રાલયે નકારી દીધી છે. આરોગ્ય મંત્રાલયે આજે કહ્યુ કે ઘરે પાછા આવેલા પ્રવાસી કામદારોમં કોવિડ-19નો ખતરો નથી. તેમને ટ્રેનો દ્વારા તેમના શહેર-કસબામાં પહોંચાડવામાં આવી રહ્યા છે.

સુરતથી પ્રવાસી મજૂરો માટે થોડા દિવસો અગાઉ ઉડિયા સમાજ દ્વારા કુલ 1500 લોકોની લિસ્ટ બનાવીને કલેક્ટર કાર્યાલયમાં આપવામાં આવી હતી. ત્યારબાદ બીઆરટીએસ બસ આવી. જો કે તે આમને લીધા વિના જ જતી રહી. એક મજૂરે કહ્યુ કે સવારે 11 વાગ્યા સુધી લગભગ 1500 પ્રવાસી પાંડેસરા સ્થિત ગણેશ નગરના પિયુશ પોઈન્ટ પર ભેગા થઈ ગયા હતા. ટ્રેનમાં મોકલવાની માહિતી આપવામાં આવી અને જણાવવામાં આવ્યુ કે બીઆરટીએસ બસોમાંથી સ્ટેશન સુધી લઈ જવામાં આવશે. પરંતુ બસ અમને ન લઈ ગઈ.

આ પણ વાંચોઃ શું છે ઋષિ કપૂરના 'અંતિમ વીડિયો'નુ સત્ય, હોસ્પિટલ તરફથી આવ્યુ મોટુ નિવેદનઆ પણ વાંચોઃ શું છે ઋષિ કપૂરના 'અંતિમ વીડિયો'નુ સત્ય, હોસ્પિટલ તરફથી આવ્યુ મોટુ નિવેદન

English summary
Migrant Workers Returning Home through special trains from surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X