જગદીશ વિશ્વકર્માએ માટી કલાકારો અને રૂરલ ટેકનોલોજી સંસ્થાની લીધી મુલાકાત

ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનની મુલાકાત લેતા રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા

ગુજરાતની હસ્તકલા કારીગરી રાજ્યની સાંસ્કૃતિક ઓળખ રહી છે. આ કારીગરીને આધારે બનતી વસ્તુઓમાંથી ગામડામાં વસતા વિવિધ કારીગરો પોતાનું આર્થિક ઉપાર્જન મેળવે છે. ગુજરાતની વિકાસલક્ષી સરકાર રાજ્યના આ કારીગરોને માન, સન્માન અને ધનમળે તે માટે તાલીમની સાથે આર્થિક સહાય પણ આપે છે. ગુજરાત સરકારની સંસ્થા ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન વિવિધ પ્રવૃતિઓ થકી રાજ્યના લાખો કારીગરોને પથ પૂરો પાડી રહી છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય કુટીર અને ગ્રામોદ્યોગમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજીને ચકાસીને તેના આધારે સમૂચિત ટેકનોલોજી વિકસાવી તેનો કારીગર સમૂહ ઉપયોગ કરતાં થાય તે માટે ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે.

jagdish vishva karma
ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ખાતે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંસ્થાના નિયામકશ્રી જે. એચ. રાવલ દ્વારા મંત્રીનું સુતરની આંટી પહેરાવીને તથા મડવર્કની ફ્રેમ આપીને પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ સંસ્થામાં ચાલતા વિવિધ તાલીમ વર્કશોપમાં જાત નિરીક્ષણ કરીને તેને કઈ રીતે વ્યાપક ધોરણે લઈ જઈ શકાય તે માટે સલાહ સૂચનો કર્યા હતા. મંત્રીશ્રીએ સંસ્થામાં ચાલતી ઇકો ફ્રેન્ડલી બેગ મેકિંગ તાલીમ કાર્યક્રમની તાલીમાર્થી બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો.

બાદમાં મંત્રીએ માટીમાંથી બનાવેલી વસ્તુઓ, માટીમાંથી બનાવેલી પાણીની બોટલ, લાકડાંમાંથી બનાવેલી વસ્તુઓ, વાંસમાંથી બનાવેલી વસ્તુઓ, ચામડાની વસ્તુઓ, એક્રેલિક ફેબ્રિકેશન, કુદરતી રેસામાંથી બનાવેલી વસ્તુઓ, નાળિયેળના રેસામાંથી બનેલી વસ્તુઓ, મડવર્ક, રેક્ઝિન વગેરેનું નિરીક્ષણ કર્યું હતું. પરિસરની મુલાકાત બાદ મંત્રીએ માટીકામ અને કુટીર ઉદ્યોગના સચિવ પ્રવીણ સોલંકી, નિયામક જે. એચ. રાવલ સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. બેઠકમાં વિવિધ કારીગરોને માસ્ટર ક્રાફ્ટ બનાવવા તાલીમ બાબતની, નવી પેઢી આપણી કલા સંસ્કૃતિને જાણતા થાય તે માટેનું આયોજન કરવાની તેમજ રાજ્યના છેવાડાનાં વિસ્તારોમાં આઉટરિચ કાર્યક્રમો કારવાની ભલામણ કરી હતી.

ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન સલાહ, માર્ગદર્શન અને ક્વોલિટી ઇન્સ્પેક્શન સાથે સાથે માટીકામના કારીગર માટે કૌશલ્ય તાલીમ અને સાધન સહાય યોજના, માટીકામ સ્વરોજગારી બેંકેબલ યોજના, ઉર્જા કાર્યક્ષમ ભઠ્ઠી યોજના વગેરે જેવી યોજનાઓ દ્વારા લાભ પહોંચાડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X