યુવાનોના હાર્ટ એટેકનું કારણ નથી કોવિડ વેક્સિન, આરોગ્ય મંત્રીએ આપી માહિતી
Minister of Health Rishikesh Patel: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જેએન 1 વેરિએન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જેએન 1 વેરિએન્ટ જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરી, 2024ની સ્થિતિ એ અમદાવાદ શહેરમાં 80 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

હાલમાં કોઈ દર્દી હોસ્પિટલ કે આઈસોલેશનમાં નથી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં કોઇ એક્ટિવ કેસ નથી. રાજ્ય સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દી ના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલો માં પણ સારવાર આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આરોગ્યની ટીમોએ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલા તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સિનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અધતન સારવાર આપવામા આવે છે.
રાજ્યમાં કોવિડ-19 ટેસ્ટિંગ માટે 207 લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે, તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધન સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની સાથે જાહેર જનતાને શું કરવું શું ન કરવું, તે અંગે પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
