મજૂરી કામ અપાવવાના બહાને કેશોદની કિશોરી સાથે બળાત્કાર

જૂનાગઢ નજીક આવેલા એક ગામમાં એક પરણિત યુવકે 16 વર્ષની કિશોરી સાથે કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી મજૂરી કામ કરી રહી હતી અને યુવક તેના પરિવારનો પરિચિત હતો.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાના પરિવાર દ્રારા જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવતાં રમેશ કોળીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રેકટર ચાલક રમેશ કોળી ગત 29 ડિસેમ્બરના રોજ કિશોરીને કામ અપાવવાના બહાને સાથે લઇ ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત યુવકે કિશોરીને ધમકી આપી હતી કે જો તે આ અંગે કોઇને કહેશે તો તેનું પરિણામ ખરાબ આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમ રમેશ કોળી બે સંતાનનો પિતા છે અને તે કોન્ટ્રાકટ રાખી મજુરો પાસે ખેતી કામ કરાવે છે. આ કામના બહાના હેઠળ સગીરાને લલચાવી તેની પર હેવાનીયત આચરી હતી.












Click it and Unblock the Notifications
