For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંચાઈ કૌભાંડઃ ધારાસભ્યએ 35 લાખની લાંચ લીધી હતી, એક દિવસના રિમાન્ડ મંજૂર

સિંચાઈ કૌભાંડઃ ધારાસભ્યએ 35 લાખની લાંચ લીધી હતી

|
Google Oneindia Gujarati News

મોરબીઃ મોરબી જિલ્લાનું કરોડોનું સિંચાઈ કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સબરિયા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સબરિયાની ધરપકડના વિરોધમાં આજે મોરબી જિલ્લાના તમામ ધારાસભ્યો સહિત રાજ્યના અન્ય કોંગી ધારાસભ્યોએ પોલીસ સ્ટેશન સામે પ્રતિક ધરણા શરૂ કર્યા.

parsotam sabariya

પોલીસ મુજબ પરસોતમ સબરિયાએ વિધાનસભા કે અન્ય કોઈપણ જગ્યાએ સિંચાઈ કૌભાંડનો મુદ્દો ન ઉઠાવવાના બદલામાં સિંચાઈ યોજનાના કૌભાંડીઓ પાસેથી 40 લાખ રૂપિયાની લાંચ માગી હતી, આખરે 35 લાખમાં મામલો સેટલ કર્યો હતો, જેમાંથી 10 લાખ રોકડા વચેટિયા મારફતે પરસોતમ સબરિયાને આપવામાં આવ્યા હતા અને બાકીના 35 લાખ રૂપિયા ચેકથી ચૂકવવામાં આવ્યા હતા.

પરસોતમ સબરિયા ઉપરાંત પોલીસે એક વકીલ, આસિસ્ટન્ટ એન્જિનિયર, એક કોન્ટ્રાક્ટર અને અન્ય બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, સિંચાઈ પ્રોજેક્ટમાં કૌભાંડ થયું હતું જેની કિંમત 20 કરોડ જેટલી છે. આ પ્રોજેક્ટને ગત નાણાકિય વર્ષમાં રાજ્ય સરકારે મોરબી જિલ્લાના કેટલાક તાલુકાઓને લાભ આપવા માટે લૉન્ચ કર્યા હતા.

તપાસ બાદ ધારાસભ્ય સહિતના તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જણાવી દઈએ કે સિંચાઈ કૌભાંડ મામલે પોલીસને ધારાસભ્યની ત્રણ ઓડિયો ક્લિપ પણ મળી આવી હતી. પોલીસે કોર્ટમાં ધારાસભ્યના ત્રણ દિવસના અને તેના મળિયાઓના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જો કે કોર્ટે બંનેના એક-એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.જેને પગલે ધારાસભ્ય બ્રિજેશ રમેરજા, મોહમદ પીરજાદા, નૌશાદ સોલંકી, લલિત કગથરા, ઋત્વિક મકવાણા સહિતના કોંગી નેાઓએ પ્રતિક ધરણા શરૂ કર્યા.

આ પણ વાંચો- 15 વર્ષ જૂનાં પેટ્રોલ વાહન અને 10 વર્ષ જૂનાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ

English summary
mla from congress arrested in irrigation scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X