For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 વર્ષ જૂનાં પેટ્રોલ વાહન અને 10 વર્ષ જૂનાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ

15 વર્ષ જૂનાં પેટ્રોલ અને 10 વર્ષ જૂનાં ડીઝલ વાહનો પર બેન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે દિલ્હીની વાયુની ગુણવત્તા દયનીય અને ભયંકર છે. સાથે જ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારને એવા વાહનોની તાત્કાલિક ઓળખાણ કરવાનો નિર્દેશ આપ્યો છે જે ઉત્સર્જન ધોરણોને અનુરૂપ ન હોય. ન્યૂયમૂ્તિ મદન બી લોકુરની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની ખંડપીઠે સરકારના વકીલને પૂછ્યું કે, સમાચાર પત્રોમાં કહેવામાં આવી રહ્યું છે કે, સવાર સાંજે બૉક માટે ન નિકળે, દિલ્હીની હવા બહુ ખરાબ થઈ ચૂકી છે.

10 વર્ષ જૂનાં ડીઝલ અને 15 વર્ષ જૂનાં પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ

10 વર્ષ જૂનાં ડીઝલ અને 15 વર્ષ જૂનાં પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાંજે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર જઈએ તો ત્યાં હજારે ગરીબ રીક્ષા ચાલકો જોવા મળશે. એમની પાસે બહાર કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હજારો લોકો પોતાની આજીવિકા કમાઈ રહ્યા છે... તમે એમને કઈ રીતે કહેશો? શું તમે એમને આ પ્રદૂષણમાં કામ કરીને ખુદને મારવા માટે કહેશો? સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં બહારથી આવતા 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂનાં પેટ્રોલ વાહનો પર રોક લગાવવાનો આદેશ તત્કાળ પ્રભાવથી લાગુ કરવા કહ્યું છે. કોર્ટે આની સાથે જ દિલ્હી-એનસીઆરમાં 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂનાં ડીઝલ વાહનો પર પણ રોક લગાવવાનો આદેશ આપ્યો છે.

પ્રદૂષણ સંબંધિત ફરિયાદ માટે બન્યું સોશિયલ મીડિયા અકાઉન્ટ

પ્રદૂષણ સંબંધિત ફરિયાદ માટે બન્યું સોશિયલ મીડિયા અકાઉન્ટ

આની સાથે જ કોર્ટે દિલ્હી સરકારને 10 વર્ષથી વધુ ડીઝલ અને 15 વર્ષથી વધુ જૂનાં એવાં પેટ્રોલ વાહનોની યાદી બનાવવા કહ્યું જેમના પંજીકરણની સમયસીમા ખતમ થઈ ગઈ હોય. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ પોપ્યૂલેશન કન્ટ્રોલ બોર્ડને દિલ્હીમાં પ્રદૂષણ સંબંધી ફરિયાદ દાખલ કરવા માટે સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવા કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે દિલ્હીવાળા પ્રદૂષણને લઈને પોતાની ફિયાદ અહિં કરી શકે છે.

દિલ્હી સરકાર જૂનાં વાહનોની જાણકારી વેબસાઈટ પર અપલોડ કરશે

દિલ્હી સરકાર જૂનાં વાહનોની જાણકારી વેબસાઈટ પર અપલોડ કરશે

એટલું જ નહિ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે દિલ્હી સરકારના પરિવહન વિભાગની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલ વાહનો કેટલાં છે તે લિસ્ટ જાહેર કરવામાં આવે. અગાઉ એનજીટીએ પણ દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણનો હલ જોતા 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર રોક લગાવી દીધી છે.

2019માં રામ મંદિર પર વટહુકમ કે બિલ લાવીને બાજી પલટી શકે છે ભાજપ?2019માં રામ મંદિર પર વટહુકમ કે બિલ લાવીને બાજી પલટી શકે છે ભાજપ?

English summary
Delhi pollution SC orders delhi govt to impound petrol, diesel vehicles older than 10 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X