Mobile blast : ખિસ્સામાં મોબાઈલ ફોન બ્લાસ્ટ થતા એક વ્યક્તિ ઘાયલ થયો
Mobile blast : બોટાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિના પેન્ટના ખિસ્સામાં અચાનક મોબાઈલ ફોન ફાટતા તેને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. જો કે આ ઘટનામાં ફોનના કવર કારણે મોટી દુર્ઘટના ટળી છે.
ચંદ્રેશ જોષી નામના ભોગ બનનાર વ્યક્તિ અનુસાર, આ ઘટના તદ્દન અણધારી હતી. "મેં હમણાં એક મેસેજ જોયો હતો અને તેને ડિલીટ કર્યો હતો. ફોન પાછો ખિસ્સામાં મૂક્યો કે તરત જ ધડાકાભેર ફાટ્યો.

આ ફોન લગભગ પાંચ વર્ષ જૂનો હતો પરંતુ તે સંપૂર્ણપણે બરાબર કામ કરી રહ્યો હતો અને તેમાં કોઈ જાણીતી ખામી નહોતી. બેટરી પણ સારી સ્થિતિમાં હતી. જો તમે ફોન જુઓ તો તે હજુ પણ નવો જ લાગતો હતો.
આ સમગ્ર ઘટનામાં સારી વાત એ છે કે ફોન પર ચઢાવેલું જાડું અને મજબૂત કવર વધુ ગંભીર ઈજાઓ થતી અટકાવવામાં મદદરૂપ થયું. આ ઘટના મોબાઈલ ફોનની સુરક્ષા અને જૂના ફોનના ઉપયોગ અંગેના સવાલો ઉભા કરે છે.












Click it and Unblock the Notifications
