અશ્વારોહણમાં રસ ધરાવતા યુવાન-યુવતીઓને સરકાર મદદ કરશે: મોદી

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 10 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના શાહીબાગ ખાતે મળેલી ઓલ ઇન્ડિયા અશ્વારોહણ સમાપન સમારંભમાં ભાગ લીધો હતો અને લોકોને સંબોધીત કર્યા હતા.

મોદીએ જણાવ્યું કે 16 વર્ષ બાદ ગુજરાતને આ કાર્યક્રમનું આયોજન કરવાની તક મળી છે તેના માટે હું ભારત સરકારનો પણ આભાર માનું છું. કોઇને પણ ક્યાંય કચાસ નહી આવી હોય તેવી હું આશા રાખું છું. જે લોકો આમાં વિજેતા બન્યા છે તેમને હું અભિનંદન પાઠવું છું.

મોદીએ આ પ્રસંગે કાઠિયાવાડી અશ્વોની પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે પહેલા કાઠિયાવાડી અશ્વોની ખૂબ જ માગ છે. અશ્વને જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે મહારાણા પ્રતાપના અશ્વ ચેતકને યાદ કરીએ છીએ. અને તે ગુજરાત માટે ગર્વની વાત છે કે ચેતકની માતા ગુજરાતના સુરેન્દ્રનગરની હતી.

narendra modi
ભારતમાં સૌથી મોટું અશ્વદળ ગુજરાત પાસે છે, આરમી બાદ સૌથી મોટું અશ્વદળ ગુજરાત પોલીસ પાસે છે.

નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તરફથી એવા યુવક યુવતીઓને પ્રોત્સાહીત કરવામાં આવશે જેઓ હોર્સ રાઇડીંગમાં રસ ધરાવે છે. અમદાવાદમાં આ એક્ટિવિટી તો ચાલી જ રહી છે. પરંતુ જે લોકો ઘોટાને રાખવા માટે ઇચ્છા ધરાવતા હોય તો તેઓને સરકાર તરફથી મદદ મળશે. સ્પોર્ટ્સ વગરનું જીવન અધુરુ છે, અને દરેકના જીવનમાં સ્પોર્ટ્સને સ્થાન આપવા માટે ગુજરાત સરકારે અવનવા પ્રયાસો કર્યા છે. જે લોકોએ આ કાર્યક્રમમાં આવીને અશ્વદળોને પ્રોત્સાહિત કર કર્યા તે સૌનો હું આભાર વ્યક્ત કરું છું.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/IR1y5xZ0hDA" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Narendra Modi addressing the Closing Ceremony of 32nd All India Police Equestrian Meet 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.