• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતને બદનામ કરવા વાળાની ગુજરાતમાં કયારેય જગ્યા ન હોય:નરેન્દ્રભાઇ મોદી

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વલસાડ ખાતેથી ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. મોદી ત્રણ દિવસના ગુજરાતમં રોકાણ કરીને ચૂંટણી પ્રચાર કરશે. વલસાડ ના ગ્રીનવુડ, ઝુંઝવા ગામ ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ હતી. જાહેરસભા પહેલા ડાભેલ ચેકપોસ્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વલસાડની જનતા તેમજ સાધુ-સંતો અને વિવિધ સમાજના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂડો આવકાર આપ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનો વાપીમાં ભવ્ય રોડ શો યોજાયો જેમાં ઉપસ્થિત જનતાએ મોદી....મોદી ..અને ભારત માતા કી જયના નારા સાથે સ્વાગત કર્યુ હતુ.

મોદી વધુમાં જણાવ્યું કે, રોડ- શોમાં આપ સૌએ જે સ્વાગત કર્યુ તે બતાવે છે ભાજપની સરકાર પર ગુજરાતની જનતાનો ભરોસો કેટલો છે. આ યાત્રા તેની સાક્ષી રહી છે. આ ચૂંટણી ન ભાજપ લડે છે, ન ભાજપના ઉમેદવાર લડે છે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ લડે છે, ન તો નરેન્દ્રભાઇ લડે છે, આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. ગુજરાતના જવાનિયાઓ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ છે અને આ ઉત્સવમાં વધુમાં વધુ લોકોએ જોડાવવું જોઇએ કારણ કે આ લોકશાહિ દેશના 130 કરોડ લોકોની અમાનત છે. લોકતંત્રને મજબૂત કરવા ચૂંટણી એક અવસર હોય છે. આ ચૂંટણી જનતા જનાર્દનના નેતૃત્વમાં લડાઇ રહી છે. જનતા જ વિજય ધ્વજ ફરકાવવા નિકળી રહી હોય તેમ લાગે છે.

મોદી વધુમાં જણાવ્યું કે, આજે હું મારુ કર્તવ્ય નિભાવવા આવ્યો છું. હું તો જનતાનો સેવક છું, 22 વર્ષ થયા પગ વાળીને બેઠો નથી. જનતાની જેટલી સેવા થાય એટલી કરવી છે. મને ગુજરાતની જનતા પર ભરોસો છે કે મત તો ભાજપને આપશે જ પરંતુ મારુ કર્તવ્ય છે કે મારે આવીને કહેવું પડે કે આ વખતે ભાજપને વધુ મત આપજો. મારુ મત માગવાનું કર્તવ્ય છે એમ જનતાનું કર્તવ્ય વોટ આપવાનું છે. આજે દુનિયામાં ગુજરાતનો ડંકો વાગે છે ને ?..તેમ જનતાને સવાલ કર્યા કે આ પાછળ કયા કારણો છે ???... ત્યારે જનતાએ મોદી મોદીના નારા લગાવ્યા પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કહ્યુ કે આ એક વોટની તાકાત છે. જનતાએ કમળને મત આપ્યા છે એટલે દેશ આજે કમળની જેમ ખીલ્યો છે. ગુજરાત આજે વિકાસની જે ઉંચાઇ પર છે તેના મૂળમાં ગુજરાતની માતા-બહેનો, જવાનિયાઓની જહેમત છે જેના કારણે ગુજરાત પ્રગતી કરી રહ્યું છે.

મોદી વધુમાં જણાવ્યું કે, આપણો સંકલ્પ રહ્યો છે કે આ દેશ વિકસિત થાય, દુનિયાની બરાબરીમાં એક ડગલુ પાછળ ન રહે. આ કામ ભાજપ કરી રહ્યું છે. આપણે આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે આગામી 25 વર્ષ હિન્દુસ્તાનના અંત્યત મહત્વના છે આ સમયે કયાયં કાચુ ન કપાય તેનું ધ્યાન રાખવાનું છે. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે,ભારતને વિકસતિ બનાવવાનું છે. વિકસિત ભારતના સ્વપ્ન માટે વિકસિત ગુજરાતના સ્વપ્નને પાર કરવું છે. આત્મનિર્ભર ભારત બનાવવા માટે આત્મનિર્ભર ગુજરાત બનાવવાનું છે. ગુજરાતની જવાબદારી મોટી છે.

મોદી સભામાં નવા મતદારો સાથે વાત કરવી છે તેમ સંબોધી કહ્યું કે, જેમણે પહેલી વાર મત આપવાનો અધિકાર મળવાનો છે જે લોકો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવાના છે. તે યુવાનોને કહેવા માંગુ છું કે તમે ગુજરાતનું ભાગ્ય નિર્માણ કરવામાં ભાગીદાર બન્યા છો, ગુજરાતના નિતિ નિર્ધારક બન્યા છો. યુવા મતદારો માટે તેમની જીંદગીના 25 વર્ષ ઘણા મહત્વના છે. જે પહેલી વાર મતદાન કરવાના છે તે આવનાર 25 વર્ષનું ગુજરાત અને ભારત કહેવું હશે તે તમારા મત પર આધાર રાખશે.

મોદી વધુમાં જણાવ્યું કે દુનિયામા મોબાઇલ ફોનના ડેટા સસ્તા હોય તો તે ભારતમાં છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે એક જીબી ડેટાના 300 રૂપિયા થતા આજે આ મોદીની સરકારમાં 10 રૂપિયા થાય છે. 15 થી 16 વર્ષ પહેલા ફિશરિંઝ ડિપાર્ટમેન્ટનું બજેટ 10 થી 11 કરોડનું હતું આજે બજેટ 900 કરોડનું છે. દેશમાં ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ મળે છે તેનાથી સસ્તા દરે લોન મળે છે અને હવે સાગર ખેડૂતોને પણ આ સુવિધા મળે છે. આજે માચ્છીમારોની શક્તિ દુનિયામાં ડંકો વગાડે તેના માટે સરકાર કામ કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વલસાડમાં દોઢ લાખથી વધુ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા અને અત્યાર સુઘીમાં આશરે 300 કરોડ રૂપિયા એકલા વલસાડ જિલ્લાના ખાતામાં મોદીએ મોકલી આપ્યા છે.વલસાડમાં ખેડૂતો વાડી પ્રોજેકટમાં કાજુની ખેતી કરતા થયા છે. ગોવાના બજારમાં જે કાજુ વહેચાય છે તેમાં મારા વલસાડના કાજુનું નામ છપાય છે. જે વલસાડ ચિકુના કરાણે ઓળખાય, ફળફળાદીના કારણે ઓળખાય તે વલસાડ આજે કાજુના કારણે ઓળખાય છે.

મોદી વધુમાં જણાવ્યું કે, ચૂંટણીની વાત છે એટલે સતર્ક રહેજો કે ગુજરાતને બદનામ કરવાની ટોળકી એવી ભાષા બોલી રહી છે કે ગુજરાતની છબી ખરાબ થાય. તેમને ચેતવજો કે આ ભાષા બંધ કરો આ ભાષા ગુજરાતમા નહી ચાલે. ગુજરાતે દુનિયામાં કોઇનું બગાડ્યુ નથી ગુજરાતીઓ જયા જાય ત્યા દૂધમાં સાંકર ભળે તેમ ભળી ગયા છે. ગુજરાત પર આરોપ લગાવવાનું બંધ કરો, ગુજરાતને બદનામ કરવા વાળાની ગુજરાતમાં કયારેય જગ્યા ન હોય.

English summary
Modi campaigned for candidates in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X