For Quick Alerts
For Daily Alerts
નરેન્દ્ર મોદી દશેરાના દિવસે ઉમેદવારો જાહેર કરી શકે
અમદાવાદ, 5 ઑક્ટોબર : ગુજરાતમાં ચૂંટણીઓની જાહેરાત થયાની સાથે જ કઇ બેઠકો પર કયા ઉમેદવારો ઉભા રહેશે તે માટેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકોની ઉત્સુકતાની વચ્ચે નરેન્દ્ર મોદી પ્રથમ તબક્કાની બેઠકો માટેના ભાજપના ઉમેદવારોના નામની યાદી દશેરાએ જાહેર કરે તેવી શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 13 ડિસેમ્બરે થનારા પ્રથમ તબક્કાના મતદાનની 87 બેઠકો માટેના ઉમેદવારોની યાદી દશેરાએ તેમજ 17 ડિસેમ્બરે યોજાનારા મતદાનની 95 બેઠકો માટેના ઉમેદવારોમી યાદી દિવાળીની આસપાસ જાહેર કરે એમ માનવામાં આવી રહ્યું છે.
કહેવાય છે કે નરેન્દ્ર મોદી ઉમેદવારોને છેલ્લી ઘડી સુધી અવઢવમાં રાખવા માંગતા નથી. આથી, 24 ડિસેમ્બરે જાહેર સભામાં રાવણ દહન કર્યા બાદ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવશે. આ કારણે ઉમેદવારોને પ્રચાર માટે લગભગ 48 દિવસનો સમય મળી રહેશે.