For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસમાં દમ હોય તો અહેમદ પટેલને મુખ્યમંત્રી જાહેર કરે: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 1 ડિસેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણી માટે મણિનગર મતદાન ક્ષેત્રમાંથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. નરેન્દ્ર મોદીએ જ્યોતિષી દ્રારા નક્કી કરવામાં આવેલા સમય શુક્રવારે બપોરે 12:39 વાગે મણિનગર વિધાનસભા સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. માનવામાં આવે છે કે આ સમય નરેન્દ્ર મોદી માટે વિજય મુહૂર્ત છે. નરેન્દ્ર મોદી મણિનગર વિધાનસભા ક્ષેત્રના મતદાર અધિકારી પીકે જાડેજા સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યુ હતું.

આ પહેલાં નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જો કોંગ્રેસમાં દમ હોય તો તે અહેમદ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ રમત પડદા પાછળ રમાઇ રહ્યો છે.

narendra-modi

મણિનગરમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કોઇપણ નામ લીધા વગર કોંગ્રેસે વિસાવદર વિધાનસભા સીટ પર પોતાનો કોઇ ઉમેદવાર ઉભો ન રાખી કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે સમજૂતી કરી લીધી છે. કેશુભાઇ પટેલ વિસાવદર સીટ પરથી પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે 'તેમના એ કહેવાનું સાહસ નથી કેટલાક અન્ય પક્ષો સાથે તેમની સમજૂતી છે અને તેમને કેટલીક ગુપ્ત વ્યવસ્થા કરી છે.'

વિસાવદર સીટ પરથી ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર રતિભાઇ મંગરોળિયાએ દાવો કર્યો છે કે જે દસ્તાવેજથી પાર્ટીના સત્તાવાર ઉમેદવારો હોવાની વાત સાબિત થાય છે. તેમના આ કાગળ 12 વર્ષના એક છોકરાએ ચોરી લીધા હતા. તે દસ્તાવેજ તે સમયે ચોરી થયા હતા જ્યારે રતિભાઇ માંગરોળિયા પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે જઇ રહ્યાં હતા.

કોંગ્રેસના દાવાની મજાક ઉડાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'કોંગેસ કાર્યકર્તા આ વાતને લઇને આંસૂ સરાવી રહ્યાં છે કે તેમના દસ્તાવેજ 12 વર્ષનો એક છોકરો વિસાવદર માંથી ચોરી ગયો. 12 વર્ષનો છોકરો જાણતો હતો કે ગુજરાત માટે સારું શું છે. અંદરખાને કરવામાં આવેલી સમજૂતી માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ પર નિશાન સાધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ' તે કેમ જાહેર કરતા નથી કે તેમને અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. પડદા પાછળ કેમ ખેલ ખેલવામાં આવી રહ્યો હતો. તેમની બધી વાતો જણાવી દેવી જોઇએ.

નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર હૂમલો કરતાં કહ્યું હતું કે ખોટી જાહેરાત કરી ગુજરાત વિશે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ પોતાના રાષ્ટ્રીય નેતાઓના ભાષણોને સંપાદિત કરી આપે છે માટે મને તેમની પાર્ટી પર હુમલો કરવાની તક ના મળે. જ્યારે તમે દિલથી બોલો છો તો તમારે ભાષણ લખવાની જરૂર નથી. કોંગ્રેસ જાહેરાતોના માધ્યમથી ગુજરાતના વિકાસ અંગે ભ્રમ પેદા કરી રહી છે. ગુજરાતના જહાજને 'વિકાસ' વિશ્વાસ' અને 'વિજય'ની દિશામાં લઇ જવાની કોશિશ કરે છે.

ગુજરાતના સસ્પેંડેડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોંગેસમાંથી મણિનગર સીટ પરથી ચૂંટણી લડશે.

English summary
Narendra Modi today challenged Congress president Sonia Gandhi to announce the name of her political secretary Ahmed Patel as the chief ministerial candidate in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X