For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ યંગ ઇન્ડિયન લીડર્સ કોન્ક્લેવમાં યુવાનોને પ્રોત્સાહિત કર્યા

|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 29 જૂનઃ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે ભારતીય યુવાનોને સરકાર અને બિઝનેસ કેવી રીતે સારી તક આપી શકે છે, તે અંગે કેગ દ્વારા યંગ ઇન્ડિયન કોન્કેલ્વમાં સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. આ તકે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દૂલ કલામ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મોદીએ આ તકે કોન્કેલ્વમાં હાજર રહેલા યુવાનોના વિચારો જાણ્યા હતા અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અનેક લોકોને મળવાથી નવા વિચારો અને કન્સેપ્ટ્સ ધ્યાનમાં આવે છે. શરૂઆતમાં તે અઘરા લાગે છે, પણ કામ કરતા તેના મીઠા ફળ ચાખવા મળે છે. મુશ્કેલીઓ છે તો માર્ગ પણ છે. તેને શોધીને આગળ વધવાની જરૂર છે.

lતેમણે જણાવ્યું કે આજે મારા મનમાં કંઇક કહેવાની કલપ્ના નથી અને મે આમને પણ કહ્યું હતું કે હું સાંભળવા માંગું છું. અનુભવી ને વરિષ્ઠ મહાનુંભાવોને સાંભળ્યા છે. તમારા મનમાં પણ ઘણી વાતો હશે, મારું એવું મનવું છે કે જ્યારે સાંભળવીએ છીએ આપણા વિચાર, ભાવના અને વિચારવાની ક્ષમતા વગેરે આપણા માટે થોટ પ્રોવોકિંગ પ્રોસેસ માટે એક બીજ સમાન કામ કરે છે.

મોદીએ કહ્યું કે નવા આઇડિયા વિકસાવવા માટે મને પણ ક્યાંકથી બીજની જરૂર પડે છે. અને એ તકે આ જાણવા માગતો હતો. બીજી વાત છે કે સીએજીના તમામ મિત્રોનું અભિનંદન આપવા માગું છું, જેટલું મને જાણવા મળ્યું છે. નેટીઝમનું પહેલું બાળક છે. સોશિયલ મીડિયા બીજું સ્ટેજ હોઇ શકે છે, તમામ ફેસબુક ટ્વિટરથી મળ્યા, એક સમૂહ બન્યા અને કંઇક કરવા માટે આગળ વધ્યા છે, આ એક એક્શન પ્લાન છે, સોશિયલ મીડિયા માટે એક ઉદાહરણ રૂપ કામ છે. જે આ મિત્રોએ કર્યું છે, તે બદલ તેમને અભિનંદન પાઠવું છું. બીજું તેમની ટીમ સ્પિરિટ છે. સવારથી આ કાર્યક્રમ ચાલે છે અને એ નક્કી કરવું અઘરું થઇ ગયું છે કે કોણ ચલાવે છે, આટલા લોકોનો સંપર્ક કરવો કોઇ એક ચહેરો સામે નથી આવી રહ્યો છે, ફોટો પડાવવા માટે પણ ધક્કામુકી નથી થઇ રહી. આ એક વસ્તુથી હું કહું છું કે તમે ઘણા સફળ થશો.

English summary
Narendra Modi spoke The Young Indian Leaders Conclave is being organized by the Citizens for Accountable Governance (CAG) on Saturday June 29, 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X