For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટઃ મોદી સરકારે મંજૂર કર્યો 1400 કરોડનો ગ્રીનફિલ્ડ એરપોર્ટ

રાજકોટઃ કેન્દ્રએ મંજૂર કર્યો 1400 કરોડનો ગ્રીનફિલ્ડ એરપોર્ટ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ એમ્સ બાદ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારે ગ્રીનફીલ્ડ એપોર્ટને મંજૂરી આપી દીધી છે. આ ગ્રીનફીલ્ડ એરપોર્ટ 1400 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિસ્તાર હોવાના કારણે આ પ્રોજેક્ટ જલદી જ પૂરો કરી દેવામાં આવે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, જ્યારે રાજકોટ શહેર સૌરાષ્ટ્ર સાથે જોડાયેલ અન્ય શહેરો સુધી સારીએવી કનેક્ટિવિટી પણ ધરાવે છે.

airport

અધિકારીઓ મુજબ 2534 એકરમાં ફેલાયેલ આ એરપોર્ટને રાજકોટના હાલના એરપોર્ટથી 27 કિમીની દૂરી પર બનાવવામાં આવશે, જેની ક્ષમતા બાધિત છે અને તેની આજુબાજુ વાણિજ્યિક વિકાસના કારણે તેનો વિસ્તાર ન કરી શકાય. હકીકતમાં રાજકોટ ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ-રાજકોટને જોડનાર રાષ્ટ્રીય રાજ્યમાર્ગ NH-8Bની પાસે હીરાસરમાં બનાવવામાં આવનાર એક ગ્રીનફીલ્ડ એપોર્ટ છે. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા 1405 કરોડ રૂપિયાના ખર્ચે આ એરપોર્ટ વિકસાવવામાં આવશે.

મે 2017માં કેન્દ્ર દ્વારા એરપોર્ટ માટે સાઈટ મંજૂર કરી દેવામાં આવી હતી. પીએમ મોદીએ 7 ઓક્ટોબર 2017ના રોજ આયોજિત ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની અધ્યક્ષતા કરી. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પર્યાવરણીય મંજૂરી આપી દીધી. 10 ઓક્ટોબરે જણાવવામાં આવ્યું કે આ પરિયોજના માટે એરપોર્ટમાં એરબસ એ-320 જેવા વિમાનોને સંભાળવાની ક્ષમતા હશે. જેમાં અવાજ અવરોધકના રૂપે કાર્ય કરવા માટે વર્ષા જળ સંચયન પ્રણાલી અે સૌર ઉર્જા પ્રાણી અને તેની પરિધિની સાથે એક ગ્રીન બેલ્ટ હશે.

જ્યારે અમુક જાણકારોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રએ આ ફેસલો લીધો છે. ભાજપ સૌરાષ્ટ્રની લોકસભા સીટ કવર કરવા માટે રાજકોટ માટે આ મોટો ફેસલો સરકાર પાસે કરાવી ચૂકી છે. તાજેતરમાં જ જેવી રીતે યૂનિયન કેબિનેટે રાજકોટ, ગુજરાતમાં એક નવો ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ત્યારે બેઠક બાદ એક મીડિયા સંબોધનમાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે એરપોર્ટને એક વિશેષ ઉદ્દેશ્ય વાહન (એસપીવી)ના માધ્યમથી વિકસિત કરવામાં આવશે.

આ પણ વાંચો- કયા નિયમો હેઠળ વિંગ કમાંડર અભિનંદન પાકિસ્તાનથી પાછા આવી રહ્યા છે ભારત

English summary
Modi govt approves Rs 1,400cr greenfield airport at Rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X