For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેતાઓ સારી રીતે જાણે છે મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો:મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 24 મે: આજે સવારે શુક્રવારે નરેન્દ્ર મોદીએ ધ હિન્દુ ગ્રુપના બિઝનેસ લાઇન ન્યુઝપેપરની અમદાવાદ એડિશનનું લોન્ચિંગ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે આવેલી વાયએમસીએ ક્લબ ખાતે કરવામાં આવ્યું છે. ઇન્ફોસિસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ક્રિસ ગોપાલકૃષ્ણન ઉપસ્થિત રહ્યાં હતા. પ્રેઝંટેશન દરમિયાન બિઝનેસ લાઇન ન્યુઝ પેપર સફર વિશે માહિતી આપી હતી.

નરેન્દ્ર મોદીએ ઉદઘાટન સમયે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે ઓનલાઇન મીડિયા પર ભાર મૂકતાં જણાવ્યું હતું આજના જમાનામાં મીડિયાએ પોતાની ઓનલાઇન એડિશનન શરૂ કરવા પર મજબૂર થવું પડ્યું છે. કારણ કે આજનો યુગ ટેક્નોલોજીનો યુગ છે આજના જમાનામાં લોકો સમાચાર માટે આવતીકાલની રાહ જોવા માંગતા નથી. તે તાત્કાલિક ન્યુઝ મેળવવા માટે ઓનલાઇન માધ્યમથી જાણી છે. જેથી પ્રિંટ મિડીયા હોય કે પછી ન્યુઝ ચેનલ દરેકે પોતાની ઓનલાઇન એડિશન શરૂ કરવા માટે મજબૂર થવું પડ્યું છે.

narendra-modi-light-mood

આજે ટેલિવિઝન ચેલનમાં દર અડધા કલાકે બ્રેકિંગ ન્યુઝ આવે છે. પરંતુ આ ન્યુઝને મેળવવા માટે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. ટેલિફોન લાઇન જોડવી, શોટ મેળવવા વગેરે પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. પરંતુ ઓનલાઇન મીડિયાના જમાનામાં તમે તાત્કાલિક ન્યુઝ અપડેટ મળી જાય છે. જેથી આજે દરેક મિડિયા પોતાની ઓનલાઇન એડિશન શરૂ કરી રહ્યું છે. હું મારા દરેક સમાચારમાં આવતાં નેગેટિવ ફિડબેક જરૂરથી વાંચું છું. હવે ઇ-ગર્વન્સ નહી પણ એમ ગર્વન્સનો જમાનો આવી જશે. સરકારે પણ મોબાઇલના સહારે સેવાઓ શરૂ કરી કરવી પડશે.

English summary
Narendra Modi to launch the Ahmedabad Edition of Business Line, a business newspaper published by the same publishers of publish The Hindu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X