નરેન્દ્ર મોદી પર હુમલો થવાની ભીતિ, રેકી પણ થઇ : આઇબી

ગુજરાતમાં આગામી બીજી જુનના રોજ બે લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે. આ ચૂંટણી અંગેની મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રચાર જાહેરસભા કે રેલી દરમ્યાન કેટલાક તત્વો બોમ્બ ધડાકા કરે તેવી શકયતા હોવા અંગે અને આવા તત્વોએ મોદીની ચૂંટણી પ્રચાર અંગે નિકળે તે વિસ્તારની રેકી પણ કરી હોવા અંગેની કેન્દ્રીય ગુપ્તચર વિભાગે ગુજરાતના ગૃહ વિભાગને માહિતી આપતા ગુજરાત પોલીસને એલર્ટ કરી હોવાનું પ્રસિધ્ધ થતા ખળભળાટ મચી ગયો છે.
પ્રસિધ્ધ થયેલ માહિતી પ્રમાણે આ બોમ્બ ધડાકા દેશદ્રોહી તત્વો નહી પણ કેટલાક કટ્ટરવાદીઓ કરાવે તેવી દહેશત દર્શાવવામાં આવી છે અને ઓછી ઘનતાવાળા બોમ્બનો ઉપયોગ કરવા માટે નિવૃત લશ્કરી અધિકારીની મદદ મેળવી હોવાનું પણ અહેવાલમાં જાણાવ્યું હોવાનું જાણવા મળે છે.












Click it and Unblock the Notifications
