For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના યુદ્ધખંડની રાજકીય હલચલ પર 24 કલાક નજર

|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 11 ડિસેમ્બર : ગુજરાતમાં ચૂંટણીપ્રતારની ધમાધમી અને ભાષણોમાં આક્ષેપબાજીની વચ્ચે ગુજરાત ભાજપે દરરોજ કેવી રણનીતિ પર કામ કરવું તેનો નિર્ણય લેવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ યુદ્ધ ખંડ તૈયાર કરાવ્યો છે. સ્ટેટ ઓફ આર્ટ હાઇટેક ફેસિલિટી ધરાવતા યુદ્ધ ખંડમાંથી માત્ર નરેન્દ્ર મોદી નહીં પણ ભાજપના અગ્રણી નેતાઓ ખાસ કરીને અરૂણ જેટલી પળે પળની માહિતી મેળવી રહ્યા છે.

નરેન્દ્ર મોદીના યુદ્ધ ખંડની કામગીરી જાણવી પણ રસપ્રદ છે. આ યુદ્ધ ખંડ 24X7ના ધોરણે કાર્યરત છે. જેમાં માત્ર ભાજપ જ નહીં પણ વિરોધ પક્ષના નેતાઓ, તેમના દ્વારા ભાષણમાં નરેન્દ્ર મોદી, ગુજરાત વિશે અને અન્ય કયા મુદ્દાઓ વિશે શું કહેવામાં આવ્યું તેનું લાઇવ અપડેટ કરવામાં આવે છે. આ તમામ માહિતી અગ્રણી નેતાઓને પહોંચાડવામાં આવે છે.

આ માહિતીના આધારે નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી અને અન્ય નેતાઓ ભાજપનો ચૂંટણી પ્રચાર કેવી રીતે કઇ દિશામાં લઇ જવો, વિપક્ષને કેવા જવાબ આપવા, કયા મુદ્દાઓ ઉઠાવવા તેનું માર્ગદર્શન આપે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012એ નરેન્દ્ર મોદી માટે લોકસભા ચૂંટણી 2014 માટેનું એક જમ્પ બોર્ડ છે. જેના કારણે ગુજરાતના 182 બેઠકોમાંથી લઘુત્તમ 2007ની વિધાનસભા ચૂંટણીઓ જેટલી 117 બેઠકો મેળવવી જરૂરી છે. આ માટેની તમામ રણનીતિ આ યુદ્ધ ખંડમાં ઘડવામાં આવી રહી છે.

આ યુદ્ધ ખંડ કોઇ એક સ્થળેથી નહીં પણ ક્યારેક નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાનેથી તો ક્યારેક અમદાવાદમાં આવેલા પાર્ટી મુખ્યાલય ખાતેથી અને ક્યારેક પક્ષના મહેમાનો માટે રાખવામાં આવેલા ફ્લેટમાંથી ચલાવવામાં આવે છે. તાજેતરમાં આ યુદ્ધ ખંડમાંથી 13 ડિસેમ્બર, 2012ના રોજ યોજાનારા પ્રથમ તબક્કાના મતદાન માટેની સ્થિતિનો ક્યાસ કાઢવામાં આવ્યો હતો.

ગુજરાત ભાજપમાંથી છેડો ફાડીને અલગ પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) રચનારા કેશુભાઇ પટેલ અને તેમનાથી અસરગ્રસ્ત બનેલા લેઉવા પટેલ ફેક્ટરને નિયંત્રણમાં રાખવા માટે હાલ પૂરતા કોંગ્રેસના બળવાખોર અને હાલ ભાજપમાં જોડાયેલા નરહરિ અમીનને પ્રચાર કામમાં જોડવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીના યુદ્ધ ખંડમાં સૌથી મોટો ચર્ચિત પ્રશ્ન એ જ છે કે 17 વર્ષ સુધી લેઉવા પટેલ પર વર્ચસ્વ ધરાવનારા કેશુભાઇ પટેલ સૌથી વધારે નુકસાન કોને કરશે, ભાજપ કે કોંગ્રેસ? આ ચર્ચામાં વી સતીષ, આઇ કે જાડેજા, નિર્મલા સીતારમણ, પુરસોત્તમ રૂપાલા, આર સી ફળદુ અને અમિત શાહ ભાગ લેતા હોય છે અને રણનીતિ નક્કી કરવામાં મદદ કરતા હોય છે.

ભાજપનો યુદ્ધ ખંડ રિયલ ટાઇમ ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન પૂરી પાડે છે. આ માહિતી તમામ 182 વિધાનસભા બેઠકોમાં ઉભા કરવામાં આવેલા ઇન્ટરનેટ આધારિત ઇ-કેમ્પ મારફતે પહોંચાડવામાં આવે છે. દરેક બેઠકમાં ચારથી પાંચ યુવાનોનું જૂથ ઇમેઇલ થકી લાઇવ માહિતી પહોંચાડે છે. આ માહિતીને આધારે સોશિયલ મીડિયા પર શું આપવું, શું ટિ્વટ કરવું, બ્લોગ પર શું લખવું વગેરે નિર્ણયો લેવામાં આવે છે.

English summary
Narendra Modi's Battle room eyes 24 hours on political development.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X