મોદીએ ડબલ એન્જીનની સરકારને સપોર્ટ કરીને વિકાસની ગાથાને આગળ વધારવા કર્યુ આહવાન

નરેન્દ્રભાઇ મોદીએ આજે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી એક એવા સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે પહોંચી ભગવાન ભોલેનાથની પૂર્ણ ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠક

નરેન્દ્રભાઇ મોદીએ આજે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી એક એવા સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે પહોંચી ભગવાન ભોલેનાથની પૂર્ણ ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકોના ભારતીય જનતા પાર્ટીના ઉમેદાવારોના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.

NARMADA MODI

વડાપ્રધાન નરેનદ્રભાઇ મોદીએ સંબોધતા જણાવ્યું હતું કે, લોકતંત્રના મહાપર્વમાં સૌરાષ્ટ્ર વિસ્તારની આ પહેલી સભા સોમનાથ દાદાની ધરતી ઉપર થઇ રહી છે. સોમનાથ દાદાના આર્શિવાદ અને જિલ્લાના જનતા જનાર્દન આર્શિવાદ મળવાથી મારા તમામ રેકોર્ડ તોડી ભૂપેન્દ્રના નવા રેકોર્ડ સ્થાપિત થવાની છે તે નક્કી થઇ ગયું છે. આપણે સૌ એ મતદાન કરવું એ લોકતંત્રમાં ખૂબ જ આવશ્યક છે.

મોદી વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યએ વિકાસની હરણફાળ ભરવામાં પાછી પાની કરી નથી. લોકતંત્રના આ મહાપર્વમાં ગુજરાતમાં વિકાસની ગતિ બંધ ન થાય તે માટે ડબલ એન્જિનની સરકાર આ વખતે પણ સ્થાપીત કરવી જરૂરી છે. ચૂંટણીમાં મત માંગવા એ મારૂ કર્તવ્ય છે, મતદાન કરવું એ તમારૂ કર્તવ્ય છે. આ વખતે નરેન્દ્રના નામે થયેલ તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી મારી અદમ્ય ઇચ્છા છે અને તેના માટે તમારે મતદાન કરવાનું છે. ગુજરાતની જનતા આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકતી આવી છે આ વખતે પણ એ વિશ્વાસ કાયમ રાખી ગુજરાતને પ્રગતિના પંથે લઇ જવા અપીલ કરી હતી.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં ગુજરાતની છબી ખરડાયેલી હતી અને દેશ અને વિશ્વમાં વાતો થતી હતી કે ભારત કાંઇ નહીં કરી શકે અને ગુજરાત પણ કાંઇ નહીં કરી શકે. પહેલાં એક રૂપિયાનું કામ કરાવવું હોય તો આપણે સો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. પરંતુ આજે ગુજરાતને શું જોઇએ છે તેમની મારી કેન્દ્રની સરકારને ખબર હોવાથી ગુજરાત માંગે તે પહેલાં ગુજરાતને આપી દેવામાં આવે છે. આજે ગુજરાતની ધરતી દરેક ક્ષેત્રમાં પાણીદાર બનાવી દીધી છે. પીવાનું શુધ્ધ પાણી ઘેર ઘેર પહોંચાડવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની સુકી ધરતી ઉપર ધરતી પુત્રોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદા જિલ્લામાંથી કચ્છની સુકી ધરતી સુધી માં નર્મદાને પહોંચાડવામાં આવી છે. દિકરીઓ આજે દેશમાં જ ઉચ્ચ અભ્યાસ કરી સૌથી ઉંચા હોદા ઉપર રોજગારી મેળવી દેશનું અને રાજ્યનું નામ રોશન કરી રહી છે. ટુરીઝમ ક્ષેત્રે પણ ગુજરાત રાજ્યએ હરણફાળ ભરી છે. ગુજરાતના ટુરીઝમની આજે વિશ્વમાં ચર્ચા થઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X