Modi Surname Case: રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટના ચુકાદા બાદ 3 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરશે અભિષેક મનુ સંઘવી
Modi Surname Case: બદનક્ષીના કેસમાં જે રીતે સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે. જેની સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરીને સેશન્સ કોર્ટના નિર્ણય પર સ્ટે આપવા વિનંતી કરી હતી.
પરંતુ ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના નિર્ણયને યથાવત રાખતા નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે અમે ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચનો નિર્ણય જોયો છે.

જયરામ રમેશે કહ્યું કે માનનીય ન્યાયાધીશે કયા તર્કના આધારે નિર્ણય આપ્યો છે, તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અભિષેક મનુ સંઘવી બપોરે 3 વાગ્યે મીડિયાને સંબોધશે. કોર્ટના નિર્ણયથી અમારા સંકલ્પને બમણું બળ મળ્યુ છે કે અમે આ મામલાને આગળ લઈ જઈએ.
તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીના આ નિવેદન સામે ભાજપના ધારાસભ્યએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ અંગે સુનાવણી કરતા સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે.
સેશન્સ કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ અંગે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સેશન્સ કોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
હાઈકોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધી ચૂંટણી લડી શકશે નહીં અને ન તો તેઓ લોકસભાની સદસ્યતા પાછી ખેંચવા માટે અપીલ કરી શકશે. જોકે રાહુલ ગાંધી પાસે હજુ પણ વિકલ્પ છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.
We have noted the verdict of the single-judge bench of the Gujarat High Court on the disqualification of @RahulGandhi. The reasoning of the Hon'ble judge is being studied, as it should be, and Dr. Abhishek Singhvi will be briefing the media in detail at 3pm. The judgement only…
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 7, 2023












Click it and Unblock the Notifications
