મોદીએ અડવાણીને કર્યો ફોન, નિર્ણય બદલવા કર્યો આગ્રહ

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે,' મે અડવાણીજી સાથે ફોન પર આ મુદ્દે વિસ્તારપુર્વક વાત કરી છે અને તેમને નિર્ણય બદલવા માટે આગ્રહ કર્યો છે. મને આશા છે કે તેઓ લાકો કાર્યકર્તાઓને નિરાશ નહીં કરે.'
તેમણે વધુમા કહ્યું છે કે, મે રાજનાથ સિંહ સાથે વાત કરી છે અને કહ્યું છે કે હું ટૂંકા સમયગાળામાં સંસદિય બોર્ડની બેઠકમાં હાજરી નહીં આપી શકું, પરંતુ બોર્ડ દ્વારા જે કંઇ પણ નિર્ણય કરવામાં આવશે તેની સાથે હું સહમત હોઇશ.
નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટીનમા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ બીજેપીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું. અડવાણીએ પોતાનું રાજીનામું લેખિતમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહને સોંપી દીધું છે.
લાલકૃષ્ણ અડવાણીએ પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહને આજે લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે હું પાર્ટીની સાથે બની રહીશ પરંતુ પાર્ટીના દરેક નિર્ણયોથી દૂર રહીશ. કારણ કે હવે પાર્ટીમાં મારી વિચારધારાના લોકો રહ્યા નથી પાર્ટીમાં હવે માત્ર એજન્ડાને લઇને ચાલનારા જ લોકો છે. માટે હું પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું. આની સાથે અડવાણીએ પાર્ટીની કાર્યકારિણીમાંથી, સંસદીય સમિતિ, ચૂંટણી સમિતિમાંથી રાજીનામુ આપી દીધું છે.












Click it and Unblock the Notifications
