For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટિકિટ કપાતા બોખલાયા મધુ શ્રી વાસ્તવ, કહ્યું- મને ભાજપમાં સામેલ થવા મોદીજીએ કહ્યું હતું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે. એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોર લગાવી રહી છે ત્યારે હવે બીજેપી પણ જાણી જોઈને ઉમેદવારોને ઉતારી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

વડોદરા : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે. એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોર લગાવી રહી છે ત્યારે હવે બીજેપી પણ જાણી જોઈને ઉમેદવારોને ઉતારી રહી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે બીજેપીના કપાયેલા વિધાયકોમાં બાગી તેવર જોવા મળી રહ્યા છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ ટિકિટ કપાતા બોખલાયા છે અને બાગી તેવર દેખાડી રહ્યા છે.

Madhu Srivastava

મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા હવે તેઓ અપક્ષ લડવાના મૂડમાં છે. સ્થાનિક બાહુબલી નેતા ગણાતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓ સતત આક્રમક જોવા મળી રહ્યા છે. તેમણે બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, મને 25 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહના આગ્રહ પર પાર્ટીમાં જોડાવાનો અફસોસ છે. મધુ શ્રીવાસ્તવ સતત ભાજપ હાઈકમાન્ડ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે.

મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટિકિટ વિશે કંઈ કરી શકતા નથી, કારણ કે બધું દિલ્હીમાં ટોચના નેતૃત્વ દ્વારા નક્કી કરવામાં આવે છે. મેં પટેલ સાથે વાત કરી નથી. અને હું આવું કેમ કરૂ? મારો પીએમ મોદી અને શાહ સાથે સીધો સંપર્ક છે. પરંતુ મેં ટિકિટ કાપ્યા પછી તેમની સાથે વાત કરી નથી.

સૂત્રોનું માનીએ તો, મધુ શ્રીવાસ્તવ એ છ બળવાખોરો નેતાઓમાં હતા જેમણે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળવાની ના પાડી હતી. એક સમય એવો હતો જ્યારે 2002ના ગુજરાત રમખાણોમાં મધુ શ્રીવાસ્તવનું નામ સામે આવ્યું હતું. તે 1995માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોડાયા હતા. તેઓ અને તેમના પરિવારના સભ્યો પણ કોંગ્રેસ, જનતા દળ અને અન્ય સંગઠનો સાથે રહ્યા છે.

મોટો દાવો કરતાં મધુ શ્રીવાસ્તવ કહે છે કે, હું મારી મરજીથી ભાજપમાં આવ્યો નથી. જ્યારે હું 1995માં મોટા માર્જિનથી જીત્યો ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મને બીજેપીમાં જોડાવા માટે વિનંતી કરવા આવ્યા હતા. આ જ કારણ છે કે હું પાર્ટીમાં જોડાયો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, મધુ શ્રીવાસ્તવની ટિપ્પણી પર બીજેપી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. બીજી તરફ મધુ શ્રીવાસ્તવ એકલા નથી, બીજેપીએ 160 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 5 મંત્રીઓ અને સ્પીકર સહિત 38 વર્તમાન ધારાસભ્યોની ટિકીટ કાપી છે.

English summary
Modiji asked me to join BJP - Madhu Srivastava
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X