For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસ્લિમોની નજીક આવશે મોદી : યુસુફના લગ્નમાં હાજર રહેશે મુખ્યમંત્રી

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 16 માર્ચ : ગુજરાત રાજ્યમાં મુસ્લિમ સમુદાય તરફથી મળી રહેલા પ્રેમ, આદર અને મહત્વને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પસંદ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં સળંગ ત્રીજી વાર મુખ્યમંત્રી બની શક્યા તેમાં મુસ્લિમ સમુદાય તરફથી મોટી સંખ્યામાં મળેલા મતો પણ ચાવીરૂપ છે. મુસ્લિમો અને મોદી માત્ર વર્ષ 2002માં ફાટી નીકળેલા કોમી રમખાણોના મુદ્દે સામસામે આવ્યા છે. જેમાં સેંકડો મુસ્લિમો માર્યા ગયા હતા.

હવે નરેન્દ્ર મોદી પોતાની હિન્દુવાદી અને મુસ્લિમ વિરોધી છબીને દૂર કરવા સક્રિય છે. તેઓ મુસ્લિમ સમુદાયની નજીક આવી રહ્યા છે. તેનું તાજું ઉદાહરણ શુક્રવારે જોવા મળ્યું હતું. શુક્રવારે ગુજરાતના ક્રિકેટર ઇરફાન પઠાણ પોતાના મોટા ભાઇ યુસુપ પઠાણના લગ્નનું આમંત્રણ આપવા માટે નરેન્દ્ર મોદીને મળ્યા હતા. 27 માર્ચના લગ્નનું આમંત્રણ પઠાણે રૂબરૂમાં નરેન્દ્ર મોદીને આપ્યું હતું.

યુસુફના લગ્ન સાયકોથેરાપિસ્ટ આફરિન સાથે થઇ રહ્યા છે. તે વડોદરામાં પોતાની પ્રેક્ટિસ કરે છે જ્યારે તેના માતા-પિતા મુંબઇ રહે છે. આ અંગે સીએમઓ ઓફિસના અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી ક્રિકેટર્સના લગ્નમાં હાજર રહેવાનું ટાળતા નરેન્દ્ર મોદી યુસુફ પઠાણના લગ્નમાં હાજરી આપવાના છે.

ઉલ્લેખનીય છે કે ડિસ્મ્બર 2012માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ઇરફાન પઠાણે નરેન્દ્ર મોદી માટે પ્રચાર કર્યો હતો. ઇરફાન પઠાણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના વિકાસના ભરપેટ વખાણ કર્યા હતા. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે મુસ્લિમ સમુદાય સાથેની નીકટતા મોદીને મુસ્લિમ બહુમતીવાળા રાજ્યો કે પ્રદેશોમાંથી લોકસભા ચૂંટણી 2014માં મતો મેળવી આપવામાં મદદ કરી શકે એમ હોવાથી મોદીએ આ માર્ગ અપનાવ્યો છે.

English summary
Modi's proximity to Muslims: CM to attend Yusuf's wedding
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X