Monsoon : ગુજરાતમાં ચોમાસું વહેલુ આવી જશે? જાણો શું કહ્યું હવામાન વિભાગે?
અંદમાન નિકોબારમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચુક્યુ છે. આ સ્થિતીમાં ગુજરાત સહિત ઉત્તર ભારતના ગરમીથી ત્રસ્ત રાજ્યો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર, એક અઠવાડીયુ ચોમાસું વહેલુ આવી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જુન સુધીમાં વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી શરૂ થઈ શકે છે.
આ પછી 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્યતા છે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં ચોમાસુ જૂન મહિનાના અંતિમ અઠવાડીયામાં પહોંચે છે. આ વખતે ચોમાસુ એક અઠવાડીયુ ગુજરાત પહોંચી શકે છે.












Click it and Unblock the Notifications
