Monsoon Withdrawal 2024 : ગુજરાતમાં ચોમાસું વિદાય લેતા લેતા ધમરોળશે, વધુ એક રાઉન્ડની હવામાન વિભાગની આગાહી
Monsoon Withdrawal 2024 : પશ્ચિમ ભારતમાંથી ચોમાસાની વિદાય શરૂ થાય તે પહેલા હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. જો કે આ વરસાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં નહીં જોવા મળે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યેલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે.
જણાવી દઈએ કે, આ વર્ષ સામાન્ય કરતા ચોમાસું 20 દિવસ મોટુ વિદાય લેશે. ગુજરાતમાંથી ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બર આસપાસ શરૂ થઈ જતી હોય છે ત્યારે હજુ પણ રાજ્યમાં ચોમાસું યથાવત છે.
હવામાન વિભાગ અનુસાર, ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે. આ વિદાય પહેલા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
