મોરારી બાપૂ સામે FIR, ભગવાન શ્રીકૃષ્ણ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ
કથા વાચક મોરારી બાપૂ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર કરવામાં આવેલી ટિપ્પણીના કારણે વિવાદોમાં ઘેરાઈ ગયા છે.
કથા વાચક મોરારી બાપૂ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર કરવામાં આવેલી ટિપ્પણીના કારણે વિવાદોમાં ઘેરાઈ ગયા છે. રાજસ્થાનની રાજધાની જયપુરના પોલિસ સ્ટેશનમાં મોરારી બાપૂ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવીને જયપુરના સંત સૌરભ રાઘવેન્દ્ર આચાર્ય મહારાજે કાલવાડ પોલિસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. કેસની તપાસ લોકપાલ સિંહ કરી રહ્યા છે.

પોલિસના જણાવ્યા અનુસાર શનિવારે જયપુરના સંત સૌરભ રાઘવેન્દ્ર આચાર્યએ કાલવાજ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરીને જણાવ્યુ કે મિર્ઝાપુર સ્થિત આદિ શક્તિ પીઠમાં થોડા સમય પહેલા કથા વાચક મોરારી બાપૂના પ્રવચન દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ પર વાંધાજનક ટિપ્પણી કરી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંતે આરોપ લગાવ્યો કે કથા વાચન દરમિયાન મોરારી બાપૂએ શ્રીકૃષ્ણને ચરિત્રહિન, દારુ, ચોર તેમજ છેડતી કરનારા કહ્યા છે, જેનાથી લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.












Click it and Unblock the Notifications
