For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હાઈકોર્ટે મોરબી પુલ દૂર્ઘટના પર સ્વતઃ સંજ્ઞાન લીધુ, ગૃહ મંત્રાલય પાસે માંગ્યો જવાબ

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધુ છે. જાણો કોને નોટિસ આપી.

|
Google Oneindia Gujarati News

રવિવારની એ ગોઝારી સાંજ જ્યારે મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાના કારણે 135 લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા. દૂર્ઘટનાની તપાસ હજુ ચાલુ છે અને પુલનુ સમારકામ કરનાર ઓરેવા અને તેની સહયોગી કંપનીની પૂછપરછ પણ ચાલુ છે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધુ છે. વળી, હાઈકોર્ટે નોટિસ આપીને ગૃહ વિભાગ, શહેરી આવાસ વિભાગ, મોરબી નગરપાલિકા, રાજય માનવાધિકાર સહિત રાજ્યના અન્ય અધિકારીઓ પાસે એક સપ્તાહની અંદર જવાબ માંગ્યો છે. 14 નવેમ્બરે થનાર આગામી સુનાવણી દરમિયાન કોઈ પણ સંજોગોમાં વિસ્તૃત રિપોર્ટ આપવા માટે કોર્ટ તરફથી કહેવામાં આવ્યુ છે.

guj hc

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કુમારે 31 ઓક્ટોરના રોજ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલનુ સુઓ મોટુ સંજ્ઞાન લઈને રજિસ્ટ્રાર (ન્યાયિક)ને ટેલિફોનિક નિર્દેશ આપ્યા પછી પીઆઈએલની સુનાવણી શરૂ કરી. ચીફ જસ્ટિસે નિર્દેશ આપીને કહ્યુ કે દિવાળીની રજાઓને કારણે કોર્ટ બંધ હોવાથી રજિસ્ટ્રાર(ન્યાયિક)ને ટેલીફોનિક નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા કે ઉક્ત રિપોર્ટને જરુરી ઑપચારિકતાઓ બાદ તદનુસાર નોંધ કરીને સ્વતઃ જનહિત અરજી તરીકે માને. જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી પણ સુઓ મોટુ માટેની અરજીની સુનાવણી કરતી ડિવિઝન બેંચમાં સામેલ છે. સોમવારે તેમણે ગૃહ વિભાગ, શહેરી ગૃહ નિર્માણ વિભાગ, મોરબી નગરપાલિકા, રાજ્યના માનવ અધિકાર અને રાજ્યના અન્ય અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યા છે. આ મામલો હવે 14 નવેમ્બરે સુનાવણી માટે આવશે.

તમને જણાવી દઈએ કે પુલના સમારકામમાં ઘણો ભ્રષ્ટાચાર થયો હતો. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિજ બનાવવા માટે ઓરેવા ગ્રુપ દ્વારા 2 કરોડ રૂપિયાનો કૉન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો પરંતુ પૈસા કમાવવાના લોભમાં માત્ર 12 લાખ રૂપિયા જ ખર્ચવામાં આવ્યા હતા. સમારકામના નામે માત્ર કલરકામ સહિતના સરફેસના કામો થયા હતા જેના કારણે પુલ ધરાશાયી થયો હતો.

English summary
Morbi Bridge Collapse: Gujarat High Court takes suo moto cognizance of Morbi Bridge tragedy, seeks reply from Home Ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X