મોરબી રાજપૂત સમાજ દ્વારા ભણસાળીના પૂતળાનું કર્યું દહન

Subscribe to Oneindia News

ફિલ્મ 'પદ્માવતી' ના કારણે શરૂઆતથી વિવાદમા રહેલા ડિરેક્ટર સંજય લીલા ભણસાળીએ ફરીથી લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. જોકે આ વખતે રોષને પરોક્ષ રીતે વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોરબીમાં રાજપૂત સમાજે ફિલ્મ 'પદ્માવતી'નો વિરોધ કર્યો હતો. રાજપૂત સમાજના જણાવ્યા પ્રમાણે ફિલ્મમાં રાણી પદ્માવતીના આપત્તિજનક દ્રશ્યોનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર દેશમાં રાજપૂત સમાજ દ્વારા સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મ 'પદ્માવાતી'નો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

Morbi

મોરબી ખાતે રાજપૂત સમાજે શહેરના નેહરુ ગેટ ચોકમાં 'સંજય લીલા ભણસાળી હાય હાય, રાજપૂત એકતા ઝિદાંબાદ' સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાળી હંમેશાં તેમની ફિલ્મો સાથે વિવાદ લઇને આવતા હોય છે. રાજપૂત સમાજના જણાવ્યા મુજબ 'રામ લીલા' સમયે પણ એ ફિલ્મને કારણે રબારી સમાજ તથા રાજપૂતને લઇને વિવાદ થયો હતો. એ બાદમાં સંજયે તે નામો બદલવાની ફરજ પડી હતી. સંજય પોતાની ફિલ્મો હિટ જાય તે માટે આ પ્રકારના કામ કરે છે તેમ કહીને રાજપૂત સમાજે સંજય લીલા ભણસાળીનું પૂતળું બાળ્યું હતું.

English summary
Morbi: Rajput community protest against Bhansali's film Padmavati. Read More Detail here.
Please Wait while comments are loading...