For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિનસચિવાલયની પરીક્ષા રદ્દ ના થતાં વિદ્યાર્થીઓએ સરકાર સામે બાંયો ચડાવી, રાતભર આંદોલન કરશે

બિનસચિવાલયની પરીક્ષા રદ્દ ના થતાં વિદ્યાર્થીઓએ સરકાર સામે બાંયો ચડાવી, રાતભર આંદોલન કરશે

|
Google Oneindia Gujarati News

બિન સચિવાલયની પરીક્ષામાં પેપર ફૂટ્યાના મુદ્દે વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. અગાઉ સીસીટીવી ફૂટેજ જાહેર થઈ ગયા હતા જેમાં વિદ્યાર્થી મોબાઈલમાંથી કોપી કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું હતું, આવા કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, આ ઉપરાંત વોટ્સએપમાં પરીક્ષાના સમયે જ પેપર ફરતું થઈ ગયું હતું જેથી મામલો વધુ ઉગ્ર બન્યો છે. હવે વિદ્યાર્થીઓ પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે. જો કે સરકાર તરફથી વિદ્યાર્થીઓને બિલકુલ પણ ગણકારવામાં આવી રહ્યા નથી.

bin sachivalaya

વિદ્યાર્થીઓએ પેપરના સીલ તૂટેલા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આજે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ એકઠા થઈને સરકાર વિરોધી નારા લગાવી રહ્યા છે અને પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે 17 નવેમ્બરે પરીક્ષા લેવાઈ હતી, સુરેન્દ્રનગરના પરીક્ષા કેન્દ્રમાં ગેરરિતીનો આરોપ લાગ્યો હતો. આજે સવારે 15 જેટલા પરીક્ષાર્થીઓની અટકાયત કરી હતી બાદમાં 11.30 વાગ્યા સુધીમાં 150થી વધુ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. બપોરે દોઢ વાગ્યે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની પણ અટકાયત કરાઈ હતી, જો કે સાડા ચાર વાગ્યે તેમને છોડી મૂકવામાં આવ્યા છે.

પરીક્ષાર્થીઓ કાળા વાવટા સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રદિપસિંહે પહેલા જ કહી દીધું કે પરીક્ષા રદ્દ નહિ થાય, જેને લઈ વિદ્યાર્થીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે અને હજારો ઉમેદવારોએ આજે રાતભર ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે આ મામલે વિરોધ કરી રહેલ કોંગ્રેસના પાટણથી ધારાસભ્ય કિરીટ પટેલ, થરાદથી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત અને ગાંધીનગર ઉત્તરના ડૉ. સીજે ચાવડાની અટકાયત કરાઈ હતી. કોંગ્રેસે પુરાવા સાથે પરીક્ષામાં ગેરરીતી થયાનો આક્ષેપ કર્યો હતો.

ટ્રાફિક નિયમોને લઈને રૂપાણી સરકારનો મહત્વ નો નિર્ણય, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજિયાતટ્રાફિક નિયમોને લઈને રૂપાણી સરકારનો મહત્વ નો નિર્ણય, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજિયાત

English summary
more then 100 candidates arrested for protesting over binsachivalaya exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X