પૂરગ્રસ્ત ધાનેરામાં મુસ્લિમ સમાજના લોકોએ કરી અનોખી સેવા

Posted By:
Subscribe to Oneindia News

બનાસકાંઠામાં જો કોઇ સ્થળને સૌથી મોટા પાયે નુક્શાન થયું હતું તો તે છે ધાનેરા. ધાનેરામાં ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઇ ગયું હતું અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ધાનેરામાં થોડાક જ કલાકમાં 8 થી 9 ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થવા લાગી હતી. જો કે પાછળથી સેનાની મદદથી 800 જેટલા લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જો કે હવે વરસાદ પણ ત્યાં રોકાઇ ગયો છે અને પાણી પણ ઓસરી રહ્યા છે. પણ પાણી ઓસરતા સમગ્ર વિસ્તાર કાદવ અને કિચડ્ડથી ઉભરાઇ પડ્યો છે. આ તમામની તંત્રની સાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ આ કાદવને દૂર કરવામાં મદદ કરી રહ્યા છે.

dhanera

ત્યારે ધાનેરામાં મુસ્લિમ બિરાદરોએ એક મંદિરની સફાઇ કરીને ભાઇચારા અને એકતાનું અદ્ઘભૂત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ અંગે જે માહિતી સુત્રો દ્વારા અને સોશ્યલ મીડિયા દ્વારા મળી છે તે મુજબ જમીયત ઉલૈમા એ હિન્દ સંગઠનના મુસ્લિમ ભાઇએ મંદિરની સફાઇમાં પોતાની સેવા આપી હતી. વળી મંદિરમાં તેમણે ચંપલ પહેર્યા વગર તમામ સફાઇ કરી હતી. ત્યારે હાલ સોશ્યલ મીડિયા પર પણ આ તસવીરો વાયરલ થઇ રહી છે. અને તમામ કોમના લોકો આ અનોખી સેવા માટે તેમની વાહવાઇ કરી રહ્યા છે.

English summary
Muslims people cleaning Hindu temple at Dhanera after the Gujarat Floods. This photos are showing unique unity in Gujarat.
Please Wait while comments are loading...