ગૃહમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત, રોડને રેસિંગ ટ્રેક બનાવતા નબીરાઓની કરતૂતમાં તેના માતા-પિતા પણ જવાબદાર ગણા

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 10 લોકોના જીવ લેનારા નબીરા તથ્ય પટેલ સામે ગાળીયો કસાઈ રહ્યો છે ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટુ નિવેદન આપ્યુ છે. હવે આવા નબીરાઓ સાથે સાથે સરકાર તેના માતા-પિતા પર પણ કાર્યવાહી કરશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદમાં એક બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કરતા આ મોટુ નિવેદન આપ્યુ. અહીં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપી.

ISKCON Bridge Accident

હર્ષ સંઘવીએ કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના માતાપિતા અને પરિવાર પણ આ પ્રકારના સ્ટંટ માટે એટલા જ જવાબદાર ગણી તેમની સામે પણ કાર્યવાહી કરાશે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, સુરતના જિલ્લાના બ્રિજ પર સર્પાકાર મોપેડ ચલાવીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મૂકનાર રાંદેરના ત્રણ સગીરો અને તેના પિતા સામે કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે.

રાંદેર પોલીસની આ કામગીરી સરાહનીય છે. કારણ કે જોખમી સ્ટંટથી અન્ય નિર્દોષ પરિવારોએ પોતાના સંતાનો ગુમાવ્યા છે અને આજીવન પીડા અને દુઃખની ગર્તામાં ધકેલાઈ જાય છે. જેથી રાજ્યમાં આ પ્રકારની કડક કાર્યવાહી શરૂ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X