For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંધ પડેલી મીલોની તપાસ માટે કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટ દ્વારા SIT બેસાડે: મોદી

|
Google Oneindia Gujarati News

modi
આણંદ, 14 ડિસેમ્બર: પાદરા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આણંદની સભામાં પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાનું ચાલું રાખ્યું હતું. આણંદમાં મોદીએ સોનિયા ગાંધી પર ગંભીર પ્રહારો કરીને જણાવ્યું હતું કે 'હારી જવાના ભયથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. તેમણે જણાવ્યું કે સોનિયા મેડમ તમે હારી જશો તો તમારી કઇ દુનિયા ઉકલી જવાની છે. હારથી તમે નિરાશ કેમ થાવ છો.'

તેમણે જણાવ્યું કે મેડમ સોનિયા એવું કહે છે કે 108 ની સેવા કેન્દ્ર સરકારની દેન છે. માટે હું સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે અમારા વાપી પાસે સેલવાસ છે જેની દેખરેખ મનમોહનસિંહ રાખે છે, તો આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેમ 108 દોડતી નથી. રાજસ્થાનમાં તમારી કોંગ્રેસની સરકાર છે ત્યાં કેમ 108 દોડતી નથી? અરે કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં એમ્બ્યુલન્સને ફોન કરીએ તો પણ તે આવતી ન્હોતી. અને હવે 15 મીનીટમાં તો હાજર થઇ જાય છે.'

મોદીએ જણાવ્યું કે 'હાલમાં કોંગ્રેસી નેતાઓની ગુજરાતમાં લાઇન લાગી છે. અડધુ દિલ્હી હાલમાં ગુજરાતમાં ફરે છે. જો કોઇ મળી જાય તેને પૂછજો કે ગુજરાતમાં કયા જિલ્લાઓ છે. અરે જેને ગુજરાતના જિલ્લાઓના નામ ના ખબર હોય તેવા લોકો મોદીને પછાડવા અને ગુજરાતનું ભાગ્ય બદલવા નીકળ્યા છે.'

તેમણે સોનિયા ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે 'મેં સોનિયા મેડમને કહ્યું હતું કે હવે આવો તો લેશન કરીને આવજો, પરંતુ હાથે કરીને તેમણે કૂવામાં પડવાનું નક્કી કર્યું છે. તેમણે કલોલમાં એવો બફાટ કર્યો કે કલોલમાં બે મીલો ભાજપના રાજમાં બંધ થઇ છે. અરે ગુજરાતની મોટાભાગની મીલો તમારી કોંગ્રેસની સરકાર દરમિયાન બંધ થઇ છે.'

મોદીએ કેન્દ્ર સરકારને પડકાર ફેંકીને જણાવ્યું કે 'કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટ દ્વારા એક વિશેષ તપાસ સમિતિ SITની નીમણૂંક કરે અને તેના દ્વારા તપાસ કરાવે કે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં મીલો કોના રાજમાં બંધ થઇ છે. અને આ બંધ પડેલી મીલોની લાખોની જમીન કેન્દ્ર સરકારે કેવી રીતે, કોને અને કયા નિયમના આધારે વેચી દીધી. દિલ્હી સરકારના ટેક્સટાઇલ વિભાગે આ લાખોની જમીન વેચી મારી છે, સોનિયા બેન તમે કયા મોઢેથી આવી વાત કરો છો?'

મોદીએ હળવાસમાં કહ્યું કે 'સોનિયા બેન સાંણદમાં મારી જેમ લોકોને પ્રશ્ન કરવા ગયા. પણ ત્યા પણ તેમની બોલતી બંધ થઇ ગઇ. તેમણે મારી જેમ લોકે પૂછ્યું કે અહી વીજળી કેટલા કલાક મળે છે? ત્યાના બધા લોકોએ હકારમાં જવાબ આપ્યો કે 24 કલાક. અને સોનિયા બેન આગળ બોલતા જ બંધ થઇ ગયા.'

મોદીએ આણંદમાં પણ સરક્રિકનો મુદ્દો વાગોળ્યો હતો, તેમણે જણાવ્યું કે 'મે 12 ડિસેમ્બરે પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો હતો તેમાં ગુજરાત અને પાકિસ્તાનની વચ્ચે આવેલા સર ક્રિક વિસ્તારને પાકિસ્તાનને નહીં સોપી દેવા લખ્યું હતું. તેનો અને હજી સુધી વડાપ્રધાને જવાબ આપ્યો નથી. આ સરક્રિક એ મારા કચ્છને અડીને આવેલો વિસ્તાર છે જેને કોંગ્રેસ પાકિસ્તાનને આપી દેવા તૈયાર થઈ છે. અને કચ્છ એ મારા જીગરનો ટૂકડો છે. તેને હું પાકિસ્તાનને આપવા નહીં દઉ.'

આણંદની સભાને સંબોધતા સાંભળો મોદીને:

English summary
Narendra Modi address public meet in Anand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X