For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ગરીબોના પેટ કરતા દારૂની બોટલ ભરવી વધુ મહત્વની?: મોદી

|
Google Oneindia Gujarati News

જોધપુર, 29 નવેમ્બરઃ રાજસ્થાનના જોધપુર ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા એક ચૂંટણી સભા સંબોધવામાં આવી હતી, જેમાં તેમણે કોંગ્રેસ અને રાજસ્થાન સરકાર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પહેલી વાર હું જોઇ રહ્યો છું કે ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે, એવું લાગી રહ્યું છે કે, જનતાએ નિર્ણય કરી લીધો છે અને હવાનો જે રૂખ જોઇ રહ્યો છું, તે માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ આખા ભારતમાં ફેલાયેલું છે. ડિસેમ્બરમાં આપણે રાજસ્થાન પણ જીતીશું અને હિન્દુસ્તાન પણ જીતીશું.

મેડમ સોનિયા રાજસ્થાનમાં આવ્યા હતા, તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસે એવી સેવા અને કામ કર્યા છે કે, રાજસ્થાન વિકાસની નવી ઉંચાઇ પર પહોંચી ગયું છે, પરંતુ શું તમે એમની વાતમાં વિશ્વાસ આવે છે. સુપ્રિમ કોર્ટે રાજસ્થાન સરકાર લતાડી હતી અને કહ્યું હતું, કે જો તમે કાયદો વ્યવસ્થા ના સંભાળી શકો તો બધુ છોડી દો. રાજસ્થાનની હાઇકોર્ટે કહ્યું કે તમને સરકાર ચલાવતા નથી આવડતું. અહીં તેમના ગવર્નર પણ તેમની પાર્ટી છે, તેમણે કહીં દીધું કે તમે ના તો રોડ ઠીક કરી શકો છો કે આદિવાસીઓનું કામ કરી ના શકો તો મને સોંપી દો હું કરી શકીશ. તેમ છતાં મેડમ એવું કહીં રહ્યાં છે કે રાજસ્થાનમાં કામ કર્યું છે. તમે સુપ્રિમ, હાઇકોર્ટ અને ગવર્નરની વાત ના માનો તો કંઇ નહીં પરંતુ સહેજાદાની વાત માનો.

narendra-modi
રાજસ્થાનમાંરાજસ્થાન સરકારને અંધારામાં રાખીને ભરતપુર આવ્યા, બાઇક પર સવાર થઇ ગયા અને દંગા પીડિત વિસ્તારોમાં જતા રહ્યાં. એ બાઇક ચોરીની હતી. સહેજાદા હિસ્ટ્રી સિટર સાથે બાઇક પર બસેવા તૈયાર છે પરંતુ રાજસ્થાન સરકારની ગાડીમાં બેસવા તૈયાર નથી. આ કેવો વિશ્વાસ. જે સરકારના કામ પર એકપણ સંવેધાનિક સંસ્થાને વિશ્વાસ નથી તેના પર આપણે કેવી રીતે વિશ્વાસ કરી શકીએ.

ભારત જ્યારે આઝાદ થયું ત્યારે તેની સાથે અનેક નાના દેશો આઝાદ થયાં પરંતુ આ દેશો આપણા કરતા આગળ નિકળી ગયા, આપણી સ્થિતિ કફોળી બનતી ગઇ. સ્વરાજ્ય મળ્યા બાદ સુરાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોત તો દેશની આ દશા ના થઇ હોત. આજે આપણા દેશની સામે સૌથી મોટી સમસ્યા છે, બેડ ગવર્નન્સ, કુશાસન જ્યાં સુધી દેશમાં કુશાસનમાંથી મુક્તિ મેળવીને સુશાસન તરફ આગળ નહીં વધીએ ત્યાં સુધી દેશની સમસ્યાનું સમાધાન નહીં લાવી શકીએ. ગુડ ગવર્નન્સમાં કોંગ્રેસને વિશ્વાસ નથી, તેને લાગે છે કે, જોડ તોડના રાજકારણ દ્વારા સરકાર બનતી રહેશે, આપણી ગાડી ચાલતી રહેશે, બે પાંચ પેઢીનું ભલું થઇ જશે, આ કોંગ્રેસની વિચારસરણી છે.

બેડ ગવર્નન્સ એક એવી બીમારી છે, જે અંદરથી ખોખલા કરી રહી છે. હિન્દુસ્તાનના દરેક વ્યક્તિના માનવમાં નિરાશાનો ભાવ પેદા કરે છે, અવિશ્વાસનો ભાવ પેદા કરે છે અને ક્યારેક ક્યારેક આક્રોશને પણ જન્મ આપે છે. બેડ ગવર્નન્સ જ્યારે શરીર દેખાવે ગમે તેટલું સારું હોય પરંતુ એકવાર તેને ડાયાબિટિસ થઇ જાય તો તે અંદરથી ખોખલું થવાનું શરૂ થઇ જાય છે. બેડ ગવર્નન્સ હિન્દુસ્તાનના જહેનમાં ડાયાબિટિસ જેવું છે, જે ભારતને અંદરથી ખોખલું કરી રહી છે.

આજે ગુજરાત જે વિકાસની ઉંચાઇઓ પાર કરી રહ્યું છે, તેની પાછળ સુશાસન. લોકોને પોતાના પ્રશ્નોના જવાબ મળવા જોઇએ, સમસ્યાઓનું સમાધાન થવું જોઇએ, સરકાર અમીરો માટે નથી હોતી અને ના અમીરો માટે હોવી જોઇએ. સરકાર ગરીબો માટે હોવી જોઇએ. આ સરકારને ગરીબોની ચિંતા હોત તો આજે રાજસ્થાનમાં એક લાખ કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી ના હોત, જેમને શિક્ષણની ચિંતા નથી તે આવનારા કાલની ચિંતા કેવી રીતે કરશે.

ભ્રષ્ટાચાર માટે બેડ ગવર્નન્સ ખુલ્લુ મેદાન છોડી દે છે. આપણા દેશના ખેડૂતોએ હરિયાણા, પંજાબ, રાજસ્થાન હોય કે ઉત્તર પ્રદેશ હોય ઘંઉનું ઉત્પાદન કર્યું, અન્નના ભંડાર ભર્યા, પરંતુ ખેડૂતતો ઘઉં તો પેદા કરે છે, પરંતુ તેમના પાસે ઘંઉ રાખવા માટે જગ્યા નથી. સુપ્રિમમાં જ્યારે પીઆઇએલ થઇ ત્યારે સુપ્રિમે કહ્યું કે, આ ઘઉં ગરીબોને વેંચી દો, પરંતુ તેમણે તેવું કર્યું નહીં અને તેમણે આ ઘંઉ સડવા દીધા અને તેને દારૂ બનાવનારાઓને સસ્તા ભાવે વેંચી દીધા. જે લોકોને ગરીબોના પેટ કરતા દારૂની બોટલ વધારે મહત્વની લાગે છે તે ક્યારેય ગરીબોનું ભલુ કરી શકશે નહીં.

આમની બેડ ગવર્નન્સ કહો કે ભ્રષ્ટાચાર, ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની બોર્ડર પર બન્ને રાજ્યની ચેકપોસ્ટ છે. જે વ્હીકલ ગુજરાતના ચેકપોસ્ટ પર આવે છે, તે રાજસ્થાનના ચેકપોસ્ટ પર આવે છે અને બન્ને સ્થળે સરખું ટોકન ચૂકવે છે, પરંતુ તમને જાણીને ખબર પડશે કે આ લોકો કેવી રીતે સરકાર ચલાવે છે, ચારેય પોસ્ટ પર સમાન રેટ અને વ્હીકલ આવે છે છતાં રાજસ્થાનના ચેકપોસ્ટની આવક છે, 500 કરોડ અને ગુજરાતના ચેકપોસ્ટની આવક છે 1300 કરોડ રૂપિયા.

દિલ્હીમાં કોંગ્રેસના વિદ્વાનો ગુજરાતની ટીકા કરે છે, હાલ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની ચૂંટણી છે, ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, તેમણે જેટલી ગંધ ફેલાવાની હતી તેટલી ફેલાવી દીધી, હવે એ બંધ કરો

હું પહેલીવાર ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે મને લોકો મળતાં અને કહેતા કે બીજુ બધુ તો ઠીક સાંજે જમતી વખતે તો વિજળી મળે તેવું કરો, 2001માં સાંજે જમવા બેસો ત્યારે વિજળી મળતી નહોતી, આજે ગુજરાતના દરેક ઘરમાં બારેમાસ વિજળી મળે છે. કોંગ્રેસની જ્યાં સરકાર છે ત્યાં વિજળી જાય છે તેની નહીં પરંતુ વિજળી આવે છે તે સમાચાર બને છે. જ્યાં વિજળી આવી એ પણ સમાચાર બને છે, એ લોકો ક્યારેય પણ આ દેશને અંધારામાંથી બહાર નહીં લાવી શકે.

આપણા વિરુદ્ધ ગેમે તેટલો અવાજ ઉઠતો હોય, આપણે સહન કરી છે, ક્યારેય અવાજ ઉંચો કર્યો છે, આ તો લોકતંત્ર છે, લોકતંત્રમાં જેટલી તમારી ટીકા થશે એટલા તમે મજબૂત બનીને બહાર આવશો. આ દેશને કેવી સરકાર ચલાવી રહી છે એક તરફ વિજળી નથી અને બીજી તરફ 20 હજાર મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી શકે તેવા કારખાના બંધ છે. આ સરકારની કમાલ છે કે વિજળી ઉત્પન્ન કરનારા કારખાનાને તાળા લગાવે છે અને દેશને વિજળી નથી મળતી, તેનું કારણ આ લોકોને પોલીસી પેરાલિસિસ છે.

કોઇ ગરીબ માણસ પણ ઘર બાજુમાંથી નીકળશે તો કોલસાની ચોરી કરશે, આ દિલ્હી સરકાર કોલસો ખાઇ ગઇ. જ્યારે સુપ્રિમ કોર્ટે ડંડો માર્યો તો સુપ્રિમને કહીં રહ્યાં છે કે, ફાઇલ ખોવાઇ ગઇ છે. માત્ર ફાઇલ નહીં આખી દિલ્હીની સરકાર ખોવાઇ ગઇ છે. અને તેમના માટે તો ફાઇલ ખોવાઇ ગઇ છે, હિન્દુસ્તાનની લાઇફ ખોવાઇ ગઇ છે, તમારા કારણે. આ લોકોના ભરોસે તમે દેશને ચલાવી શકો નહીં. આ કોંગ્રેસ પાર્ટીએ તમને સો દિવસમાં મોંધવારી ઓછી કરવાનું કહ્યું હતું, પરંતુ મોંધવારી ઘટવાના બદલે વધી છે, આ તેમણે વાયદો તોડ્યો છે. આપણે ત્યાં કામ ના થાય તો લોકો એકવાર માફ કરી દે છે, પરંતુ દગો કરનારને માફ કરતા નથી. એક તરફ મોંઘવારી ઘટાડવાનું કહે છે અને મોંઘવારી ઘટાડતા નથી તેને માફ કરાય નહીં.

અહીં મેડમ, પીએમ, સહેજાદા અને અહીંના મુખ્યમંત્રી ફરતા રહે છે, તેઓ પરાજયથી એવા ભયભીત થઇ ગયા છે કે તેમણે શંભુ પ્રસાદ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના આટલા દિગ્ગજ નેતાઓ અહીં ભાષણ કરી રહ્યાં છે, ભાજપને ગાળો ભાંડી રહ્યાં છે, અમારા પર આરોપો લગાવી રહ્યાં છે, તેમના ભાષણમાં મોંઘવારીનો ઉલ્લેખ કર્યો છે ખરાં. આ લોકતંત્ર નથી જ્યાં કોંગ્રેસનો અંહકાર સાતમા આસમાને છે અને તે જનતાને પોતાના ખિસ્સામાં સમજે છે અને જવાબ આપતી નથી.

દિલ્હીની સરકાર અને રાજસ્થાનની સરકારને દેશના નોજવાનોની ચિંતા નથી. આ દેશ નોજવાન છે, પરસેવો વહાવવા તૈયાર છે, પરંતુ તેમને તક જોઇએ છે, વિકાસના ક્ષેત્રમાં તમે ધ્યાન કેન્દ્રિત નહીં કરો અને દેશને વિકાસના ક્ષેત્રમાં નવી ઉંચાઇએ નહીં લઇ જાઓ તો દેશનો આ નવયુવાન ક્યાં જશે. પરંતુ કોંગ્રેસની સરકારને તેની જરા પણ ચિંતા નથી. આ દિલ્હીની સરકાર માતા અને બહેનો તમારું મંગળસુત્ર છિનવવા બેઠી છે.

આપણા દેશના નાણામંત્રીએ કહ્યું કે, આર્થિક સંકટ એટલા માટે છે કે લોકો સોનું ખરીદે છે. રૂપિયાની કિંમતના સંબંધમાં મોદીજી સાચી વાત જણાવી રહ્યાં નથી. ચિદમબરમજી અમે તમારા જેટલા વિદ્વાન નથી અમે ચા વેચતા વેચતા અહીં આવ્યા છીએ, પરંતુ તમે તો દેશની જનતાને સાચું બતાવો. અટલજીએ જ્યારે સત્તા છોડી ત્યારે પોખરણ વિસ્ફોટ થયો હતો, આર્થિક સંકટમાં આવી ગયા હતા, ત્યારે પણ રૂપિયો 40-45ની આજુ બાજુ રહેતો હતો. જ્યારે તમારો રૂપિયો લથડી ગયો છે. તમે રૂપિયાની કિંમત 65 કરી નાખી છે, જે તમારી સરકારે અને તમારા પાપોના કારણે છે.

મોંઘવારી શા માટે વધી છે, દિલ્હીમાં એક વિદ્વાન વ્યક્તિ બેઠાં છે, એવા વિદ્વાન કે જે હિન્દુસ્તાનમાં જનમ્યા નથી અને આગામી સમયમાં થશે પણ નહીં, તેમણે કહ્યું કે, ગરીબ પહેલાં સુખી રોટલી ખાતો હતો હવે ગરીબ બે -બે સબજી ખાય છે એટલે મોંઘવારી વધી ગઇ છે. જે દેશની સરકારમાં આવા મંત્રીઓ છે અને એવું કહે કે જે ગરીબો ખાય રહ્યાં છે એટલે મોંઘવારી વધી છે આવું કહેનારી સરકારને એક મિનિટ પણ સત્તા પર રહેવા દેવી ના જોઇએ. વડાપ્રધાન કહે છે કે, જો તમે રોજ 26 રૂપિયા ખર્ચ કરો છો તો તમે અમિર છો, તમે ગરીબની પરિભાષામાં નથી આવતા. 26 રૂપિયામાં ત્રણસો ગ્રામ ડૂંગળી નથી આવતી અને તમારી સરકાર કહે છે કે, 26 રૂપિયા ખર્ચનારો ગરીબ નથી, આવું વિચારનારા ક્યારેય દેશનું ભલુ નહીં કરી શકે.

English summary
Narendra Modi address a Public Meeting in Jodhpur, Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X