નરેન્દ્ર મોદી અને જશોદાબેનના આ ફોટોએ WhatsApp પર મચાવી ધૂમ
અમદાવાદ, 14 જાન્યુઆરી : ગુજરાતના લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળતા અને લોકપ્રિયતા જોઇએન કોઇને પણ તેમના ઘડતર અને તેમના જીવન વિશે જાણવાની ઉત્સુકતા રહેતી હોય છે. લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના ઉમેદવારીપત્રમાં પોતાના ધર્મપત્ની તરીકે જશોદાબેનનું નામ લખતા જ મોટો હોબાળો મચ્યો હતો.
આ દિવસથી આજ સુધી નરેન્દ્ર મોદી અને જશોદાબેનના જીવન અંગે અનેક વાતો, પ્રસંગો બહાર આવ્યા છે. આજકાલ સોશિયલ મેસેન્જિંગ એપ્પ વૉટ્સએપ્પ (WhatsApp) પર એક તસવીર ભારે વાઇરલ બની છે. આ તસવીર નરેન્દ્ર મોદી અને જશોદાબેનના યુવાનીકાળની છે. આ તસવીરે ધૂમ મચાવવાની સાથે ફરી એકવાર નરેન્દ્ર મોદીના લગ્નજીવન અંગે અને આ તસવીર ક્યારની અને ક્યાંની હશે તે અંગે ગરમાગરમ ચર્ચા શરૂ કરી છે.
આ તસવીર કઇ છે તેની વિગતો જાણવા આગળ ક્લિક કરો...

1.
આ તસવીર મોદી અને જશોદાબેનના લગ્ન બાદની હોવાની શક્યતા છે.

2.
ફોટોમાં બંને એક બીજાની સાથે ખુશખુશાલ દેખાઇ રહ્યા છે.

3.
સામાજિક પ્રસંગમાં સજોડે હોવા છતાં નરેન્દ્ર મોદીન બોડી લેન્ગ્વેજ અત્યંત સંયમિત છે.

4.
જશોદાબેન અને નરેન્દ્ર મોદી લગ્ન બાદ સ્વેચ્છાએ ત્રણ મહિનામાં જ અલગ થયા હતા તેમ કહેવાય છે. જોકે તેમણે છુટાછેડા લીધા નથી.

5.
ઘણા વર્ષો બાદ નરેન્દ્ર મોદીએ ઉમેદવારીપત્રમાં જશોદાબેનને પત્ની તરીકે દર્શાવતા વિપક્ષોએ તેમના પર ઘેરો ઘાલ્યો હતો. આ બાબત ચૂંટણીમાં એક મુદ્દો બની હતી.












Click it and Unblock the Notifications
