For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ પાંચ વર્ષ પહેલાં શરૂ કર્યું હતું વડાપ્રધાન બનવાનું અભિયાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 22 ડિસેમ્બર: નરેન્દ્ર મોદી ચોથી વાર ગુજરાતના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યાં છે. ચુંટણીના પરિણામો આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ પ્રજાને સંબોધી હતી. ભાષણ દરમિયાન પ્રજા વચ્ચેથી કેટલાક લોકોએ પીએમ, પીએમ....ની બુમો પાડવાનું શરૂ કરી દિધું હતું, ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમે આટલું બધુ કહો છો તો 27મી એક દિવસ માટે દિલ્હી જઇ આવીશ. નરેન્દ્ર મોદી અને તેમના ચાહકો વચ્ચેનો આ સંવાદ ભારતના ભવિષ્ય માટે ઘણુ બધુ કહી ગયો. સાચું કહીએ તો તે ખાસ છે કારણ કે ભારતને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાનની જરૂર છે.

તમે એમ વિચારી રહ્યાં છો કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું અભિયાન શરૂ થઇ ગયું છે તો તમે ખોટા છો કારણ કે આ અભિયાન પાંચ વર્ષ પહેલાંથી જ શરૂ થઇ ગયું હતું. જો નરેન્દ્ર મોદીને ગુજરાત સુધી સિમિત રહેવું હોત તો તે ફેસબુક અને ટ્વિટર પર એક્ટિવ ન થાત. જો તેમને ગુજરાત સુધી સિમિત રહેવું હોત તો તે વિડિયો કોન્ફરંસિંગના માધ્યમથી લોકોના સંપર્કમાં ના આવતા. ગુજરાતની બહાર પગ કાઢવા માટે નરેન્દ્ર મોદીએ 3ડી ટેક્નોલોજી સાથે પોતાને જોડી. તેમને અત્યાર સુધી જે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે તે ફક્ત પ્રયોગ હતો અને સફળ રહ્યો. હવે આ ટેક્નોલોજીનો ઉપયોગ દિલ્હી સુધીના સફરમાં કરવામાં આવશે. ગુજરાતને વિકાસના મોડલ તરીકે તેમને દેશ સમક્ષ રજૂ કર્યું.

modi-lion

ગુજરાતના મુસ્લિમો નરેન્દ્ર મોદીને કેટલો પ્રેમ કરે છે તે આપણે વિધાનસભાની ચુંટણીમાં જોઇ લીધું. જે વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા 80 ટકા જેટલી છે તેવા વિસ્તારોમાં ભાજપને સીટો મળી છે. ગુજરાતના મુસ્લિમો 2002ના કોમી રમખાણોને દુખદ ઇતિહાસ સમજીને ભૂલી ગયા છે અને હવે તે લોકો તેને યાદ કરવા માંગતા નથી. તે વિચારે છે કે આપણા ગુજરાતનો વિકાસ થાય. પરંતુ બાકીના રાજ્યોમાં મુસ્લિમોનું શું. શું તે મોદીને ચાહવા લાગ્યાં છે.? તેનો જવાબ કોઇ પાસે નથી. પરંતુ નરેન્દ્ર મોદી તે સારી રીતે જાણે છે કે દિલ્હી સુધી જવા માટે આખા દેશના મુસ્લિમોનુ6 દિલ જીતવું જરૂરી છે અને તે માટે આગામી વર્ષોમાં જે પણ પગલાં ભરશે તે દિશામાં વિચારીને કરશે.

એનડીએના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી હોય કે પછી સુષ્મા સ્વરાજ કોઇ પણ નરેન્દ્ર મોદીનું નામ લઇ શકે તેમ નથી, કારણ કે તેમને ખબર છે કે 2014ની લોકસભાની ચુંટણી પહેલાં નરેન્દ્ર મોદીના નામને રજૂ કરવું પાર્ટી અને એનડીએમાં ફાંટા પાડી શકે છે. તે પહેલાં જરૂરી છે કે લોકોને વિશ્વાસ અપાવવો કે જો ભારતને ગુજરાત જેવું બનાવવું હોય તો ભાજપનો વોટ જરૂરી છે અને લોકો ત્યારે જ વિશ્વાસ કરશે જ્યારે ભાજપનો દરેક નેતા નરેન્દ્ર મોદી જેવો બનશે.

English summary
The journey of Narendra Modi for the Prime Minister post is already started. The experiments have been done in Gujaran, now he has to apply his skills on whole India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X