મોદીનો પડકાર: ચૂંટણીમાં મારો સામનો કરે મનમોહનસિંહ

manmohan-singh-narendra-modi
અમદાવાદ, 9 ઑક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વડાપ્રધાન મનમોહન સિંહને પડકાર ફેંકતાં કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તે મારી સાથે મુકાબલો કરે. તે વિકાસના પ્રોજેક્ટ્સ પુરા કરવામાં મારી સાથે મુકાબલો કરે. પોતાના કાર્યકાળના 11 વર્ષ પુરાં કરી ચૂકેલાં નરેન્દ્ર મોદીએ જિલ્લામાં અનેક રેલીઓ યોજી છે. તેમને સંબોધતા કહ્યું હતું કે વિકાસ માટે વડાપ્રધાન કોઇ સ્પર્ધા કરવા માંગતા નથી. તે તો ફક્ત નારેબાજી કરવા માંગે છે.

મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાનને પડકાર ફેંકું છું કે તે આવે અને મારી સાથે વિકાસની સ્પર્ધા કરે. તેમને કહ્યું હતું કે તમે રસ્તા બનાવો છો, હું પણ રસ્તા બનાવું છું. તમે નહેર બનાવો છો, હું પણ નહેર બનાવું છું. તમે હોસ્પિટલ બનાવો છો, હું પણ બનાવું છું. હવે લોકોને જોવાનું છે કે જેણે પણ સારું કામ કર્યું છે, જનતા તેનો સ્વિકાર કરશે. મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ગુજરાત પર કોઇ કપટ કરી નહી શકે. યૂપીએ સરકાર ફુગાવો પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે અને તે માટે સોનિયા ગાંધી માફી માંગે.

મોદીએ કહ્યું હતું કે દિલ્હી સલ્તનને ચેતવણી આપું છું કે હવે ગુજરાત સાથે કોઇ કપટ કરી શકશે નહી. તે દિવસો જતા રહ્યા છે કે તમે ગુજરાત સાથે કપટ કરતાં હતાં. મોદીએ કોંગ્રેસ સરકારને પ્રશ્ન કર્યો હતો કે સત્તામાં આવતાં પહેલાં તેમને વાયદો કર્યો હતો કે સત્તામાં આવશે તો 100 દિવસમાં ફુગાવા પર કાબૂ મેળવશે, પરંતુ તે જણાવે કે આ માટે તેમને કયા પગલાં ભર્યાં છે.

તાજેતરમાં સોનિયા ગાંધી રાજકોટ આવ્યાં હતાં, પરંતુ તેમને ફુગાવા વિશે કશું જ કહ્યું ન હતું. તેમને દેશની જનતાની માફી માંગવી જોઇએ. તેમને સોનિયા ગાંધીના આ નિવેદનની મજાક ઉડાવતાં કહ્યું હતું કે ગુજરાતમાં જે વિકાસ થયો છે તે કેન્દ્ર સરકારને કારણે થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X