For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને અમેરિકાએ આપ્યું આમંત્રણ, મોદીએ કર્યો સ્વીકાર

|
Google Oneindia Gujarati News

modi-american-deligation
ગાંધીનગર, 28 માર્ચ : આજે ગુરુવારે ગાંધીનગર ખાતે અમેરિકાના સંસદસભ્યો તથા ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓનું એક પ્રતિનિધિમંડળ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું અને તેમને અમેરિકાની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું છે. મુખ્યમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતાં યુએસ પ્રતિનિધિમંડળે કહ્યું કે મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે.

મોદીએ બાદમાં પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, ગુજરાતે કેવો ઝડપથી વિકાસ કર્યો છે તે અંગે મેં યુએસ પ્રતિનિધિમંડળના સભ્યો સાથે વાતચીત કરી હતી. અમેરિકન કોંગ્રેસ તથા ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓએ ગુજરાતના વિકાસ અંગે કરેલી પ્રશંસા બદલ તેમનો આભારી છું.

પ્રતિનિધિ મંડળના સભ્યો ગાંધીનગર આવી પહોંચ્યા ત્યારે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ એમના આગેવાન, સંસદસભ્ય આરોન શોકની સાથે મોદીને મળવા ગયા હતા. 2002ના ગુજરાત રમખાણોમાં મોદીની કથિત ભૂમિકા બદલ અમેરિકા મોદીને વિઝા આપતું નથી, પણ છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના ઉદ્યોગપતિઓએ મોદી પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે.

આરોન શોક, જે ઈલીનોઈ રાજ્યમાં રીપબ્લિકન પાર્ટીમાંથી પ્રતિનિધિ સભામાં ચૂંટાઈ આવ્યા છે, તેમની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ મોદીને મળ્યું હતું. યુએસ પ્રતિનિધિમંડળની આ યાત્રાનું આયોજન નેશનલ ઈન્ડિયન અમેરિકન પબ્લિક પોલિસી ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રતિનિધિમંડળના સભ્યો ગુજરાત ઉપરાંત દેશના સરકારી અધિકારીઓ, સંસદસભ્યો તથા ઉદ્યોગપતિઓને પણ મળવાના છે. તેઓ 7 એપ્રિલ સુધી ભારતમાં રહેશે.

English summary
Narendra Modi has get invitation from America, Modi accept.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X