મોદી વિકાસ પુરુષ નહીં પણ લોહી પુરુષ છે : મણિશંકર અય્યર

મણિશંકર અય્યરે મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદી પોતાને વિકાસ પુરુષ કહેવડાવે છે, પરંતુ તેઓ વિકાસ પુરુષ નહીં પણ એક 'લોહી પુરુષ' છે.
અય્યરે મોદી પર અમેરિકાને લાભ કરી આપવાનો આરોપ લગાવતા જણાવ્યું કે મોદીએ પોતાની છાપ સુધારવા માટે અમેરિકન કંપનીને રોજના 25 હજાર ડોલર ચૂકવ્યા છે. જોકે બીજેપી નેતા બલબીર પુંજે જણાવ્યું હતું કે કોંગ્રેસી નેતા ગાળાગાળી પર ઉતરી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું હતું કે ' નરેન્દ્ર મોદીની સરખામણી વાંદરા સાથે કરવાથી ભારતીય જનતા પાર્ટીને માઠૂં કેમ લાગી રહ્યું છે? વાંદરાઓ તો રામના દૂત હતા. ભાજપને રામના દૂતથી આટલો વાંધો કેમ?'












Click it and Unblock the Notifications
