For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની છેલ્લી 3D સભા જુઓ વીડિઓમાં

|
Google Oneindia Gujarati News

narendra modi
ગુજરાતમાં 17 ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજા તબક્કાના ઉમેદવારોના પ્રચારાર્થે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ 7 જાહેરસભાઓનું સંબોધન કર્યું અને બાદમાં સાંજે તેમણે પોતાની છેલ્લી 3ડી સભા સંબોધી હતી. નરેન્દ્ર મોદી 3ડી ટેકનોલોજી દ્વારા એક સાથે 53 સ્થળોએ સભાઓ ગજવી હતી. માત્રને માત્ર વનઇન્ડિયાએ આપને તેનું લાઇવ કવરેજ બતાવ્યું હતું. અત્રે મોદીએ સંબોધેલી પોતાની છેલ્લી 3ડી સભાનું રેકોર્ડીંગ વીડિયો અત્રે ઉપસ્થિત છે.

આ પહેલા નરેન્દ્ર મોદીએ 18 નવેમ્બરના રોજ 3-ડી ટેકનોલોજી દ્વારા ગુજરાતમાં ચાર શહેરોની સભા સંબોધી હતી. જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ત્યારબાદ 29 નવેમ્બરના રોજ મોદીએ એક સાથે 26 સ્થળોને 3-ડી ટેકનોલોજી દ્વારા સંબોધી હતી. આ જ ટેકનોજીની મદદથી તેમણે 4 ડિસેમ્બરના રોજ એકસાથે 52 સ્થળોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેમણે 10 ડિસેમ્બરના રોજ 53 સ્થળોએ એક સાથે સભાને સંબોધી હતી. અને છેલ્લે તેમણે 14 ડિસેમ્બરના રોજ 53 સ્થળોએ એક સાથે 3ડી ટેકનોલોજી દ્વારા સભા સંબોધી. છેલ્લી 3ડી સભા પૂરી થતાની સાથે જ આ ટેકનોજી દ્વારા મોદી દ્વારા કુલ 188 સભા સંબોધવાનો રેકોર્ડ બની ગયો છે.

મોદી આ અંગે જણાવ્યું હતું કે 'આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ માત્રને માત્ર ગુજરાતમાં કરવામાં આવ્યો છે, અને ગુજરાત આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. અને જ્યારે જ્યારે 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ થશે ત્યારે ત્યારે આ 3ડી ટેકનોજીનો ઉલ્લેખ અવશ્ય થશે.'

English summary
Narendra Modi's last 3D meet's watch video only on oneindia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X