‘કોંગ્રેસ માટે 2જી સ્પેક્ટ્રમ અને કોલસા કૌભાંડ જેવા ઝાડ પર ઉગે છે રૂપિયા'

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટિવટર પર વડાપ્રધાને કરેલા આ નિવેદનની ટિખળ કરી હતી. મોદીએ લખ્યું હતું કે ‘ કોંગ્રેસ માટે 2જી સ્પેક્ટ્રમ અને કોલસા કૌભાંડ એ રૂપિયાનું ઝાડ બની ચૂક્યું છે.'
મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘ એક પ્રખર અર્થશાસ્ત્રી આવું પાયા વગરનું નિવેદન કઈ રીતે આપી શકે? પીએમજી! દેશની જનતા જાણે છે કે પૈસા ઝાડ પર નથી ઉગતા'
મોદીએ જણાવ્યુ હતું કે ‘ અમને એ પણ ખબર છે કે 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ એ તમારા માટે રૂપિયાનું ઝાડ છે, કોલસા કૌભાંડ એ તમારા માટે રૂપિયાનું ઝાડ છે. કોલસા કૌભાંડથી મોટું કયું ઝાડ જોઇએ છે તમારે.'
મોદીએ સીધો આરોપ લગાવતા કહ્યું કે ‘ કોંગ્રેસે 2જી સ્પેક્ટ્રમ અને કોલસા કૌભાંડને રૂપિયાનું ઝાડ બનાવ્યું છે અને દેશને બરબાદ કરી નાખ્યું છે.












Click it and Unblock the Notifications
