For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટરના સરતાજ બન્યા મોદી, થરૂરને પછાડી જીત્યો ખિતાબ

|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 4 જુલાઇ : રાજનૈતિક દળો અને રાજનેતાઓમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતો દેખાઇ રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયામાં પણ તેમની તકરાર તેમના વિપક્ષીઓ સાથે જ થતી રહે છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ક્યારેક નેતાઓનું જુબાની યુદ્ધ છેડાય છે તો ક્યારેક તેમના ફોલોવર્સને લઇને તેમનામાં તકરાર થાય છે.

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર હવે સૌથી લોકપ્રિય નેતાનો તાજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શિરે આવી ગયો છે. મોદી ટ્વિટર પર સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. મોદીએ ભારતીય નેતાઓના ફોલોઅર્સના મામલામાં સૌથી ટોપ પર કોંગ્રેસી નેતા શશિ થરૂરને પછાડીને આ તાજ હાસલ કર્યો છે.

મોદીના ટ્વિટર પર લગભગ 18211119 ફેન્સ છે. જ્યારે કોંગ્રેસ નેતા શશિ થરૂરના ટ્વિટર એકાઉન્ટમાં 1820728 ફોલોઅર્સ છે. મોદીએ 391 ફોલોઅર્સ મેળવી શશિ થરૂરને આ યુદ્ધમાં પાછળ કરી દીધા છે.

જ્યારે મોદીના સમર્થકો એ વાતથી ખુશ છે કે સોશિયલ મીડિયા પર નંબર એક બન્યા બાદ મોદી દેશમાં પણ સૌથી મોટા નેતા બની જશે. જોકે ટ્વિટર યુદ્ધ હાર્યા બાદ કોંગ્રેસ નેતા શશિ થરૂરે કટાક્ષ કરતા જણાવ્યું કે ટ્વિટર પર ફેન્સના આંકડા કોઇ મહત્વ નથી ધરાવતું.

English summary
BJP poll campaign chief Narendra Modi is now the most followed Indian politician on Twitter. He has 1,821,1119 fans that is about 391 more than the hitherto Twitter leader Congress MP Shashi Tharoor has.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X