For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબૂક પર નરેન્દ્ર મોદીના ચાહકોનો આંક 10 લાખને પાર

|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 7 નવેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ચાહકો અને સમર્થકોની સંખ્યા દિવસ-રાત વધતી જઇ રહી છે. થોડા દિવસ અગાઉ ટિ્વટર પર તેમના ફોલોઅર્સનો આંક 10 લાખથી વધારે થયો હતો. હવે, લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબૂક પર નરેન્દ્ર મોદીના ચાહકોનો આંક 10 લાખને પાચ પહોંચી ગયો છે.

ગુજરાતમાં થઇ રહેલા વિકાસને કારણે માત્ર ગુજરાત જ નહીં, રાજ્યની બહારના લોકો પણ દૂરંદેશી ધરાવતા મુખ્યમંત્રીની વાતોને ગંભીરતાથી લઇ રહ્યા છે. આ કારણે નરેન્દ્ર મોદીના ફેસબૂક પેજને લાઇક કરનારાની સંખ્યા ખૂબ ઓછા સમયમાં 10 લાખને પાર થઇ છે. નરેન્દ્ર મોદીએ મે 2009માં ફેસબૂક એકાઉન્ટ ખોલાવ્યું હતું.

તેઓ ફેસબૂક પર સતત એક્ટિવ રહે છે અને ધ્યાન રાખે છે કે દિવસમાં ઓછામાં ઓછી બે પોસ્ટ અપડેટ કરે. આ ઉપરાંત તેઓ ગુજરાતના વિવિધ સમાચાર, તેમના વિચારો, યાત્રા અંગેની માહિતી અને ફોટોગ્રાફ્સ શેર કરે છે. આ કારણે જ તેઓ ભારતમાં ફેસબૂક પર સૌથી લોકપ્રિય રાજનેતા બન્યા છે.

નરેન્દ્ર મોદીએ તેમના માતાના આશીર્વાદ મેળવતી તસવીર, ગણેશ ઉત્સવની તસવીર અપલોડ કરી હતી, જેને ચાહકોએ સૌથી વધારે લાઇક કરી હતી. તેમણે સ્વામી વિવાકાનંદની 150મા જન્મજયંતિ અંગે પણ પોસ્ટ અપલોડ કરી હતી.

નરેન્દ્ર મોદીને માત્ર ફેસબૂક અને ટિ્વટર પર જ નહીં ગૂગલ પ્લસ પર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે જૂન 2012માં ગૂગલ પ્લસ જોઇન કર્યું છે અને 6 મહિના કરતા પણ ઓછા સમયમાં તેમના સર્કલમાં 3 લાખથી વધારે લોકોએ મોદીને પોતાના સર્કલમાં એડ કર્યા છે.

31 ઑગસ્ટના રોજ નરેન્દ્ર મોદીએ ગૂગલ પ્લસ હેંગઆઉટ પર લોકો સાથે લાઇવ વાતચીત કરી હતી. તેમણે 116 રાષ્ટ્રોના લોકોએ તેમને સાંભળ્યા હતા.

English summary
Narendra Modi receives 1 Million fans on Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X