For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી બાદ મોદીએ કહ્યું 'Thank you Gujarat' !

|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 17 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પણ સોમવારની સાંજે પૂરી થઇ ચૂકી છે. પ્રથમ અને બીજા તબક્કાની બંને મળીને કુલ 182 બેઠકો માટે કૂલ 1666 ઉમેદવારોનું ભાવી ઈવીએમ મશીનમાં કેદ થઇ ગયું છે. પ્રથમ તબક્કામાં ઐતિહાસીક 70.75 ટકા મતદાન થયું હતું, ત્યારબાદ બીજા તબક્કામાં પણ આવું ઝંઘી 70.20 ટકા મતદાન થયું છે. ચૂંટણી પૂરી થયાના થોડા સમયમાં જ નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથેની વાતચીતમાં આવા ઉંચા મતદાન બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. તેમણે દાવો કર્યો છે કે ગુજરાતની આ ચૂંટણીઓમાં મતદારોનો મિજાજ પ્રો-ઇન્કમબન્સી (સરકારતરફી વલણ) નું જોવા મળ્યું છે અને તેના કારણે ભાજપને ફરી એકવાર ગુજરાતમાં સત્તાની બાગડોર પ્રાપ્ત થશે.

નરેન્દ્ર મોદી સવારે 9 વાગ્યાની આસપાસ પોતાના મતાધિકારનો ઉપયોગ રાણીપ ખાતે વોટીંગ કરીને કર્યો હતો. અહીં તેમને જોવા ઉમડેલી પ્રજાને વિજયની નિશાની બતાવી હતી, તેમજ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "ગુજરાતમાં હું હેટ્રિક લગાવવાનો છું. ગુજરાતની જનતા ઇચ્છે છે કે હું હેટ્રિક લગાવું. જનતા ભાજપને વિજયી બનાવશે. પ્રથમ તબક્કામાં થયેલું મતદાન અને આજે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જનતાનું વલણ દર્શાવે છે."

પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મોદી પક્ષના ખાનપુર ખાતેના કાર્યાલય પર ગયા હતા. સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પૂરી થયા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ઐતિહાસિક મતદાન કરવા બદલ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે 'ગુજરાતની જનતાએ અભૂતપૂર્વ મતદાન કર્યુ છે. ગુજરાતની જનતાએ જૂના બધા જ વિક્રમ તોડ્યા છે. ગુજરાતની જનતાએ લોકશાહીની ઉજવણી કરી છે. આના દ્વારા ગુજરાતની લોકશાહી વધુ દ્રઢ બનશે. શાંતિપૂર્ણ મતદાન કરવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું અને ચૂંટણી કર્મચારીઓનો તેમની કામગીરી બદલ અભિનંદન આપુ છું.'

આ પહેલા મોદીએ પોતાના ચૂંટણી પ્રચારમાં ગુજરાતની જનતાને જંગી મદતાન કરવાનું આહ્વાન કર્યું હતું. મોદીએ પોતાની સભાઓમાં જણાવ્યું હતું કે 'આ વખતે ગુજરાતની જનતા એવું કચકચાઇને મતદાન કરે કે ગુજરાતમાંથી કોંગ્રેસનો પંજો સાફ થઇ જાય.'

અત્રે ઉલ્લેખનીય છે ગુજરાત વિધાનસભાની પ્રથમ ચરણની ચૂંટણીમાં 70.75 ટકા મતદાન થયું છે અને બીજા ચરણની ચૂંટણીમાં પણ 70.20 ટતા મતદાન થયું છે. વિવિધ એક્ઝિટ પોલ મોદીના ભાજપ પક્ષને બહુમતી આપે છે.

અન્ય સંબંધિત સમાચારો:

નરેન્દ્ર મોદીની છેલ્લી 3D સભા જુઓ વીડિઓમાંનરેન્દ્ર મોદીની છેલ્લી 3D સભા જુઓ વીડિઓમાં

શું મણિનગરમાં ભટ્ટ આપી શકશે મોદીને માત!શું મણિનગરમાં ભટ્ટ આપી શકશે મોદીને માત!

English summary
Narendra Modi said thank you Gujarat, to reporters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X